Jai Hind

કાશ્મીર-હિમાચલમાં ભારે હિમવર્ષા જમ્મુમાં સતત વરસાદૃથી પુરસંકટ

ઉત્તર ભારતમાં હવામાનમાં પલ્ટો આવ્યો

બરફ પથરાતા અન્ોક માર્ગો પર વાહન વ્યવહાર બંધ: દૃક્ષિણ ભારતમાં શિયાળુ ચોમાસુ શરૂ, અન્ોક ભાગોમાં વરસાદૃ

ભારતમાંથી ચોમાસાની વિદાય વચ્ચે ઉતર ભારતના રાજયોમાં હવામાન પલ્ટો થયો છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર તથા હિમાચલપ્રદેશમાં ભારે હિમવર્ષા થતા અનેક માર્ગો બંધ થવા સાથે જનજીવન પ્રભાવિત થયુ હતુ અને ઠંડીનો કરંટ અનુભવાયો હતો.
દેશના બન્ને પર્વતીય-પ્રવાસન રાજયોના લાહોલ-સ્પીતી, બારાલામા, ચંબા, કેલોગ સહિતના ભાગોના પર્વતો પર બરફ વરસ્યો હતો. પરિણામે માર્ગો લપસણા થઈ જતા અનેક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. કુલ્લુ જીલ્લામાં અટલ ટનલ આસપાસનો ભાગ પણ બરફથી ઢંકાયો હતો.
જમ્મુના મેદાની વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જયારે કાશ્મીર ખીણના ઉંચા પર્વતીય ભાગોમાં હિમવર્ષાને કારણે બરફની ચાદર પથરાઈ હતી. જમ્મુમાં ભારે વરસાદથી પુરની હાલત સર્જાઈ હતી. પર્વતીય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે હિમવર્ષા હતી.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે નૈઋત્ય ચોમાસાની વિદાય સાથે દક્ષિણ ભારતમાં શિયાળુ ચોમાસુ શરૂ થયુ છે અને અનેક ભાગોમાં વરસાદ નોંધાયો હતો.