સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એન્જિનિયિંરગ, ફાર્મસી અને અન્ય પ્રોફેશનલ કોર્સની ફી સામાન્ય રીતે અભ્યાસ શરૂ થયા પછી વધારી શકાશે નહીં. કોલેજમાં પ્રવેશ લેતા પહેલા જ સમગ્ર અભ્યાસક્રમની ફી અગાઉથી નક્કી થઈ જવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો યોગ્ય આર્થિક આયોજન કરી શકે.
આ સમગ્ર મામલો પશ્ર્ચિમ બંગાળની ’ડો. બી.સી. રૉય એન્જિનિયિંરગ કોલેજ’માં બી.ટેક.ના ૨૦૨૩-૨૭ બેચની ફી સાથે જોડાયેલો છે.