રાજયના ઉર્જામંત્રી વિજે કહ્યું- સરકાર બધા વિકલ્પો પર વાત કરવા તૈયાર
ખાનગી કંપનીઓને સમાનાંતર વીજ વિતરણ લાઈસન્સ આપવાના વિરોધમાં વીજકર્મીઓની હડતાલથી વીજ પુરવઠો ખોરવાતા લોકો રસ્તા પર
ઉતરી આવ્યા
ખાનગી કંપનીને સમાંતર વીજળી વિતરણ લાઈસન્સ આપવાના વિરોધમાં રાજયના લગભગ 40 હજાર વીજ કર્મચારીઓ અને ઈજનેર ત્રણ દિવસીય હડતાલ પર ચાલ્યા જતા હરિયાણામાં બ્લેકઆઉટ છવાઈ ગયો છે. વ્યાપક વીજકાપથી પ્રશાસનિક વ્યવસ્થાઓ વિફળ રહી છે અને રાજયના ઉર્જા મંત્રી અનિલ વિજે હડતાલ ખતમ કરવા કર્મચારીઓને વાતચીતનો પ્રસ્તાવ કર્યો છે. હરિયાણાની હાલત જોઈને અનિલ વિજે કર્મચારીઓને હડતાલ ખતમ કરી ડયુટી પર આવવા અપીલ કરી છે. વીજ કર્મચારીઓની હડતાલના કારણે શહેરથી ગામો સુધી વિજપુરવઠો ખોરવાઈ ગયો હતો. ફોલ્ટ ઠીક કરવા ટેકનીકલ કર્મચારીઓ નહોતા મળ્યા અને ફરિયાદોનો અંબાર લાગ્યો છે. અનેક ક્ષેત્રોમાં આખી રાત વીજળી ગુલ રહી, પીવાના પાણીનું સંકટ ઘેરું બન્યું હતું. કરતાલના નિસિંગ અને ફરીદાબાદના એનઆઈટીમાં લોકોએ રસ્તા પર ઉતરીને રોષ વ્યક્ત કર્યો હતો. કુરુક્ષેત્રના ઈસ્માઈલાબાદમાં ગુરુવારે સાંજે 7 વાગ્યે લોકોએ અંબાલા, હિસ્સાર નેશનલ હાઈવેને જામ કરી નાખ્યો હતો.
પ્રશાસને પાવર હાઉસે પોલીસ તૈનાત કરવાની સાથે બીજા વિભાગોના કર્મચારીઓ, આઈટીઆઈ વિદ્યાર્થીઓ અને કોન્ટ્રાકટરોના કર્મીઓની મદદ લીધી.
