કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડમાં પગારની મર્યાદા રૂા.15000થી વધારીને રૂા.25000 કરવાની જાહેરાત રંગે ચંગે કરવામાં આવી હતી પણ હવે આ વધારો શરતી હોવાનું બહાર આવ્યુ છે. આ પગાર મર્યાદા વધવાથી લાખો વધુ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ- પેન્શન વિ. લાભ મળશે તે જાહેર થયું હતું અને હવે જે રીતે પગાર ઉંચા થઈ ગયા છે તેથી તે જરૂર હતુ કે કર્મચારીઓને સામાજીક સુરક્ષાના લાભ મળે નિવૃતિ બાદ તેઓને આર્થિક રીતે પણ ચિંતા રહે નહી પણ સરકારે હવે જાહેર કર્યું છે કે સરકારનો ફકત રૂા.15000 સુધીના પગાર મર્યાદામાંજ કર્મચારી પ્રોવિડન્ટ ફંડમાં જે 1.16%નું યોગદાન આપે છે તે આપશે. એટલે કે રૂા.25000 સુધીના પગારદારોનો પગાર આપી તેનુ યોગદાન કપાશે પણ વધારાના રૂા.50000માં સરકારનું યોગદાન મળશે નહી. આમ પગાર મર્યાદા વધી પણ સરકારનું મહતમ યોગદાન મહિને રૂા.174 જ રહેશે જે ખરેખર રૂા.290 થવું જોઈએ. આમ સરકાર પોતાનું યોગદાન વધારશે નહી. તા.17 સપ્ટે. 2025થી આ રૂા.25000ના પગારની નવી મર્યાદા લાગુ થઈ છે. સરકારે તેમાં આ સ્પષ્ટતા કરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
આનંદો… વર્ગ-4ના કર્મચારીઓને મળશે રૂા. 7 હજાર સુધીનું બોનસ
પંચાયત, બોર્ડ, નિગમના કર્મચારીઓને લાભ મળશે: રાજ્ય સરકારનો એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય પ્રકાશના મહાપર્વ દિવાળીની દેશભરમાં... -
ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટે વિજય: કંબોજ ‘પ્લેયર ઓફ ધ મેચ
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં ભારતીય બોલરો છવાયા અર્શદૃીપને ચાર, બ્રારને ત્રણ અને કંબોજને બે વિકેટ:કોહલીની ફીફટી... -
લોરિડા ડિસ્ટ્રિક્ટમાંથી મેળવી ભવ્ય જીત અમેરિકી સંસદૃની ચૂંટણીમાં ભારતીય મૂળના પિયા ડાંડિયાનો વિજય થયો
અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીના પરિણામોમાં ભારતીય મૂળના ઉમેદૃવારોનો દૃબદૃબો જોવા મળી રહૃાો છે. લોરિડાની ૨૨મી કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ...
