ચૂંટણીમાં નેતા ખોટું બોલે તો મતદૃાર FIR કરી શકશે

ચૂંટણી પંચની મંજૂરી જરૂરી નહીં: સુપ્રીમ કોર્ટ

ચૂંટણી પ્રક્રિયા દૃરમિયાન ઉમેદૃવારો દ્વારા દૃાખલ કરવામાં આવતા સોગંદૃનામામાં ખોટી હકીકતો દૃર્શાવવા અથવા મહત્ત્વની વિગતો જાણી જોઈને છુપાવવાના પ્રકરણમાં સર્વોચ્ચ અદૃાલતે એક સીમાચિહ્નરૂપ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય સુણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દૃોમાં નિર્ધારિત કર્યું છે કે હવેથી આવા મામલાઓમાં માત્ર ચૂંટણી પંચ કે સરકારી અધિકારીઓ જ નહીં, પરંતુ દૃેશનો સામાન્ય નાગરિક પણ ઉમેદૃવાર વિરુદ્ધ સીધી ફોજદૃારી ફરિયાદૃ દૃાખલ કરી શકશે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૨૫એ (૧૨૫છ) હેઠળ કોઈપણ ખાનગી વ્યક્તિ દ્વારા કરવામાં આવતી આવી ફોજદૃારી ફરિયાદૃ કાયદૃાકીય રીતે સંપૂર્ણપણે માન્ય રહેશે. આ પ્રકારની કાનૂની કાર્યવાહી માટે ચૂંટણી પંચની અગાઉથી મંજૂરી લેવી કે પંચની સત્તાવાર ફરિયાદૃ હોવી બિલકુલ આવશ્યક નથી.
ન્યાયમૂર્તિ દૃીપાંકર દૃત્તા અને ન્યાયમૂર્તિ શીલ નાગુની સંયુક્ત ખંડપીઠ દ્વારા આ ચુકાદૃો આપવામાં આવ્યો હતો, જેના પરિણામે અદૃાલતે કર્ણાટક હાઇકોર્ટના અગાઉના વિવાદૃાસ્પદૃ નિર્ણયને રદૃ કરી દૃીધો છે. અગાઉ હાઇકોર્ટે પોતાના ચુકાદૃામાં મતદૃારને ઉમેદૃવાર સામે માત્ર ચૂંટણી અરજી દૃાખલ કરવાનો જ અધિકાર હોવાનું અને વ્યક્તિગત ધોરણે ફોજદૃારી ફરિયાદૃ નોંધાવવાનો અધિકાર માત્ર ચૂંટણી પંચ પાસે જ હોવાનું અવલોકન કર્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ અભિગમને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.
અદૃાલતે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૨૫એ હેઠળ ખોટું શપથપત્ર રજૂ કરવાના ગુનામાં ખાનગી નાગરિકની ફરિયાદૃને આધારે પણ સક્ષમ અદૃાલત કાયદૃેસરની કાર્યવાહી આગળ ધપાવી શકે છે. ચૂંટણી લડતી વખતે ઉમેદૃવાર દ્વારા તમામ આવશ્યક વિગતો સોગંદૃનામા પર આપવાની હોય છે.

રિલેટેડ ન્યૂઝ