મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૧,૪૨,૦૨૪ ના સ્તરે પહોંચ્યું હતું
છેલ્લા કેટલાક દિૃવસોથી સોના અને ચાંદૃીના ભાવોમાં ઘટાડો નોંધાઈ રહૃાો છે ત્યારે નવા સપ્તાહના પ્રથમ દિૃવસે પણ બજારમાં બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદૃીના ભાવમાં મોટો ઘટાડો થતાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર તે ઓલ ટાઈમ હાઈ લેવલથી કિલો દૃીઠ આશરે ૨.૨૫ લાખ રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે. જોકે, ચાંદૃીની સરખામણીએ સોનાના ભાવમાં આજે શરૂઆતથી જ મજબૂતી જોવા મળી છે અને તે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહૃાું છે.
સ્ઝ્રઠ પર સોમવારે ચાંદૃીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જોકે અગાઉના દિૃવસોની સરખામણીએ આજે કડાકાની ગતિ થોડી ધીમી રહી હતી. શરૂઆતી કારોબારમાં ૪ ડિસેમ્બરની એક્સપાયરી વાળી ચાંદૃી ઘટીને ૧,૯૪,૬૬૨ રૂપિયા પ્રતિ કિલોના સ્તરે આવી ગઈ હતી. ગત શુક્રવારે ચાંદૃી ૧,૯૫,૭૧૯ રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ ગણતરી મુજબ, સોમવારે કારોબાર ખુલતાંની સાથે જ ૧ કિલો ચાંદૃીના ભાવમાં ૧૦૫૭ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
વાયદૃા બજારમાં ચાંદૃી પોતાના સર્વોચ્ચ સ્તરથી ઘણી સસ્તી થઈ ચૂકી છે. જાન્યુઆરી ૨૦૨૬ના છેલ્લા સપ્તાહ દૃરમિયાન ૧ કિલો ચાંદૃીનો ભાવ તમામ જૂના રેકોર્ડ તોડીને ૪,૨૦,૦૪૮ રૂપિયાના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. તે સર્વોચ્ચ સ્તરની સરખામણીએ હાલ ચાંદૃીના ભાવમાં પ્રતિ કિલો ૨,૨૫,૩૮૬ રૂપિયાનો ધરખમ ઘટાડો આવી ચૂક્યો છે.ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ચાંદૃીના ભાવ ઘટીને ૫૩ ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયા છે, જે નવેમ્બર ૨૦૨૫ પછીનું સૌથી નીચલું સ્તર છે. વૈશ્ર્વિક સ્તરે ચાંદૃી પોતાના પીક લેવલથી લગભગ ૫૫% જેટલી તૂટી ગઈ છે.
ચાંદૃીમાં ઘટાડાની વિપરીત સોનાના ભાવમાં સપ્તાહના પ્રથમ દિૃવસે સુધારો જોવા મળ્યો છે. સોનું શરૂઆતથી જ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. વાયદૃા બજારમાં સ્ઝ્રઠ પર ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ વધીને ૧,૪૩,૧૦૦ રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો, જ્યારે ગત શુક્રવારે સોનું ૧,૪૨,૦૨૪ રૂપિયા પર બંધ થયું હતું. આમ, શુક્રવારની સરખામણીએ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ વધારો નોંધાયો છે.
જો તમે દિૃવાળીના પર્વ નિમિત્તે સોનામાં રોકાણ કરવાનું કે ઘરેણાં ખરીદૃવાનું વિચારી રહૃાા હોવ, તો બજારમાંથી એક અત્યંત મહત્ત્વના અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સોનું તેની અગાઉની રેકોર્ડ ઊંચી સપાટીથી રૂ. ૩૮,૬૦૦ થી પણ વધુ નીચે આવી ગયું છે. આ ભારે ઘટાડાને પગલે રોકાણકારો અને સામાન્ય ગ્રાહકોમાં આશ્ર્ચર્યની સાથે-સાથે સવાલો ઊભા થઈ રહૃાા છે કે આખરે આટલો મોટો ઘટાડો શા માટે થયો છે અને આગામી દિૃવાળી સુધીમાં ભાવમાં શું વલણ રહી શકે છે.
બજારના વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, સોનાના ભાવ પર આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતા, અમેરિકન ડૉલરની મજબૂતી, વ્યાજદૃરો અંગેની બદૃલાતી અપેક્ષાઓ અને ક્રૂડ ઓઇલના ભાવોની સીધી અસર પડે છે.
