આ માત્ર કોઈ વ્યક્તિ કે પરિવારનું અપમાન નથી, પરંતુ સમગ્ર ભારતનું અપમાન છે : રક્ષામંત્રી રાજનાથ િંસહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરેલી ટિપ્પણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે મલ્લિકાર્જુન ખડગે પાસે બિનશરતી માફીની માગ કરી છે અને તેમના નિવેદૃનના વિરોધમાં દૃેશભરમાં દૃેખાવો કરવાની જાહેરાત કરી છે. આ વિવાદૃ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ િંસહે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહૃાું કે, આ માત્ર કોઈ એક વ્યક્તિ કે પરિવારનું નહીં, પરંતુ સમગ્ર ભારતનું અપમાન છે. બીજી તરફ કોંગ્રેસે ખડગેના નિવેદૃન અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
રક્ષા મંત્રી રાજનાથ િંસહે ખડગેના નિવેદૃન સામે નારાજગી વ્યક્ત કરતાં કહૃાું કે, તેમના મતે આ માત્ર કોઈ વ્યક્તિ કે પરિવારનું અપમાન નથી, પરંતુ સમગ્ર ભારતનું અપમાન છે. આવી ટિપ્પણીઓ રાજકારણની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે. રાજનાથ િંસહે વધુમાં જણાવ્યું કે, લોકશાહીમાં દૃરેક વ્યક્તિને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે. સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવી શકાય છે અને તેની ટીકા પણ કરી શકાય છે. પરંતુ રાજકીય વિરોધ કરતી વખતે વ્યક્તિગત મર્યાદૃા ઓળંગવી જોઈએ નહીં.
રાજનાથ િંસહે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહૃાું કે, આજે કોંગ્રેસ માત્ર રાજકીય રીતે જ નબળી પડી નથી, પરંતુ તેમના મતે પક્ષનું વૈચારિક રીતે પણ પતન થયું છે. તેમણે કહૃાું કે, કોંગ્રેસે યાદૃ રાખવું જોઈએ કે લોકશાહીમાં જનતા દૃરેક બાબત પર નજર રાખે છે અને યોગ્ય સમય આવે ત્યારે તેનો જવાબ પણ આપે છે. રાજનાથ િંસહે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આવી ટિપ્પણીઓથી વિચલિત થવાના નથી. લોકોની સેવા કરવાના તેમના સંકલ્પમાં પણ કોઈ ઘટાડો થવાનો નથી.
ખડગેના નિવેદૃનને લઈને ભાજપે કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, રાજકીય મતભેદૃના નામે કોઈ વ્યક્તિના પરિવાર કે તેમના સ્વર્ગસ્થ સ્વજનોને નિશાન બનાવવા યોગ્ય નથી. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે બિનશરતી માફીની માગ કરી છે. પક્ષનો આરોપ છે કે, કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાન મોદૃી માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી રહૃાા છે અને ત્યારબાદૃ આવા નિવેદૃનોનો બચાવ પણ કરવામાં આવી રહૃાો છે. આ મુદ્દે ભાજપે દૃેશવ્યાપી વિરોધ પ્રદૃર્શન કરવાની જાહેરાત કરી છે.
