રાહુલ ગાંધીને રાહત: અમિત શાહ વિશે ટિપ્પણી કેસમાં નિર્દોષ જાહેર

લોકસભામાં વિપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશની સુલતાનપુર સ્થિત એક વિશેષ એમપી/એમએલએ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ સામે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ 2018માં નોંધાયેલો ગુનાહિત માનહાનિનો કેસ સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આ ચુકાદા સાથે જ અદાલતે રાહુલ ગાંધીને આ લાંબા સમયથી ચાલી આવતાં માનહાનિના તમામ આરોપોમાંથી દોષમુક્ત જાહેર કર્યા છે.
આ કેસ મે 2018ની કર્નાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન બેંગલુરુમાં યોજાયેલી એક પત્રકાર પરિષદ સાથે જોડાયેલો છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં અમિત શાહ પર એક હત્યા કેસના આરોપી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો, જે બાદ રાજકીય વિવાદ ઊભો થયો હતો.
આ વાંધાજનક નિવેદનથી નારાજ થઈને સુલતાનપુરની જિલ્લા સહકારી બેંકના ભૂતપૂર્વ પ્રમુખ અને સ્થાનિક ભાજપ નેતા વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ, 2018ના રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ