ભારતના પાલતુ પ્રાણીઓના પરિવારો વિકસી રહ્યા છે, ત્યારે આરોગ્ય સંભાળની તૈયારી પાલતુ પ્રાણીઓના ઉછેરની સફરમાં આગામી પગલું બની ગઈ છે

યુનિવર્સલ સોમ્પો પેટ એશ્યોર રૂા.10,000થી રૂા.2 લાખ સુધીના વીમા રકમના વિકલ્પો સાથે પાલતુ કૂતરા અને બિલાડીઓ માટે તબીબી અને બિન-તબીબી સુરક્ષા પૂરી પાડે છે

ભારતમાં પાલતુ પ્રાણીઓનું પાલન-પોષણ હવે માત્ર તેમના ખોરાક, માવજત અને નિયમિત સંભાળ પૂરતું સીમિત નથી રહ્યું પરંતુ તેનાથી ઘણું આગળ વધી રહ્યું છે. પરિવારો દ્વારા તેમના પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવાની રીત-ભાતમાં આરોગ્ય અને સુખાકારીનું પાસું એક મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. ગ્લોબલપેટ્સ ઇન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર, ભારતમાં પાલતુ પ્રાણીઓની વસ્તી 2019માં લગભગ 26 મિલિયનથી વધીને 2024માં 42 મિલિયનથી વધુ થઈ ગઈ છે અને 2028 સુધીમાં 50 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.
પાલતુ પ્રાણીઓ વધુને વધુ સંખ્યામાં પરિવારનો ભાગ બની રહ્યા છે, ત્યારે વાર્તાલાપો પણ પાલતુ પ્રાણીઓની મૂળભૂત માલિકીથી બદલાઈને લાંબા ગાળાની સુખાકારી અને તૈયારી તરફ પણ કેન્દ્રિત થઈ રહ્યા છે. અકસ્માતો, બીમારીઓ, સર્જરીઓ અને લાંબા ગાળાની સ્વાસ્થ્ય સ્થિતિઓમાં વિશેષ પશુચિકિત્સા સંભાળની જરૂર પડી શકે છે, જેમાં મોટાભાગે બહુ સમય મળતો નથી આથી પાલતુ પ્રાણીઓની આરોગ્યસંભાળ માટે નાણાકીય પ્લાનિંગની જરૂરિયાત વધુને વધુ પ્રાસંગિક બની રહી છે.
યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સનું પેટ એશ્યોર પાલતુ કૂતરા અને બિલાડીઓને તબીબી અને બિન-તબીબી જોખમોના સંયોજન સામે રક્ષણ આપે છે. આ પોલિસી રૂા.10,000 થી રૂા.2 લાખ સુધીની વીમા રકમના વિકલ્પો પ્રદાન કરે છે, જેમાં પોલિસીની મુદત ત્રણ વર્ષ સુધીની હોય છે અને પાલતુ પ્રાણીની જરૂરિયાતોના આધારે બેઝ અને વૈકલ્પિક કવરમાંથી કોઈપણ પસંદ કરવાની સુગમતા મળે છે.

રિલેટેડ ન્યૂઝ