એસઆઈઆર યાદીમાંથી કરોડો મતદારોના નામ કપાયા પણ વિદેશી નાગરિકો તો માત્ર 1600 જ નીકળ્યા!

એક ગુનેગાર છટકી ન જાય તે માટે 100ને ફાંસીએ ચડાવવા જેવો ઘાટ!

ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી SIR પ્રક્રિયા દરમિયાન છ રાજ્યોની મતદાર યાદીમાંથી અંદાજે 1,600 શંકાસ્પદ વિદેશી નાગરિકોના નામોની ઓળખ કરવામાં આવી છે.
જોકે, આ રાજ્યોના કુલ 9.86 કરોડ મતદારો અને યાદીમાંથી હટાવાયેલા કુલ નામોની સરખામણીમાં આ આંકડો ખૂબ જ નાનો છે. મહત્ત્વની વાત એ છે કે ચૂંટણી પંચે રાજ્યોને શંકાસ્પદ વિદેશી નાગરિકોનો અલગથી આંકડો એકત્ર કરવા માટે જણાવ્યું નહોતું, જેના કારણે ઘણા રાજ્યો પાસે આવો કોઈ અલગ ડેટા ઉપલબ્ધ નથી.
જઈંછ હેઠળ કર્ણાટકની અંતિમ મતદાર યાદીમાંથી કુલ 99.7 લાખ નામો હટાવાયા હતા, જે દરમિયાન 716 વિદેશી નાગરિકોની ઓળખ થઈ હતી.
બેંગલુરુ નોર્થમાં અહીં 545 નેપાળી નાગરિકો સહિત વિદેશીઓ મળ્યા હતા. દક્ષિણ કન્નડમાં અહીં 40 વિદેશીઓ મળ્યા (જેમાં નેપાળના 17, ઓસ્ટ્રેલિયા-અમેરિકાના 6-6, કેનેડાના 5, બ્રિટનના 2 તેમજ નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આયરલેન્ડ અને નાઇજીરિયાના 1-1 નાગરિક સામેલ છે).
ઉડુપી અને ઉત્તર કન્નડમાં ઉડુપીમાં 47 અને ઉત્તર કન્નડમાં 22 વિદેશી નાગરિકો મળ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો પાસે મતદાર ઓળખપત્ર તો હતા, પરંતુ તેઓ શાળાના પ્રમાણપત્ર કે મિલકત સંબંધિત જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા.
કેરળ, ગોવા, ઝારખંડ અને મેઘાલયની સ્થિતિ જોઈઅ ેતો કેરળમાં અંદાજે 500 એવા લોકોની ઓળખ થઈ જેઓ વિદેશી નાગરિકતા ધરાવતા હોવા છતાં તેમના નામ મતદાર યાદીમાં નોંધાયેલા હતા. ગોવામાં વિદેશી પાસપોર્ટ ધરાવતા 419 શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ