વસ્તુ અને સેવા કર (જીએસટી) દાતાઓએ પોતાના બધા સંબંધીત કામો શનિવાર પહેલા પુરા કરવા પડશે, ત્યારબાદ 28 કલાક સુધી જીએસટી પોર્ટલના માધ્યમથી જીએસટી સંબંધી કોઈપણ કાર્ય નહીં થઈ શકે.
ખાસ કરીને ઈનવોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલથી ઈ-ઈનવોઈસ ડેટા મેળવવા અને તેનું પ્રોસેસીંગ, જીએસટી આર-એકમાં ઈ-ઈનવોઈસ ડેટા આપોઆપ નોંધવા અને એપીઆઈના માધ્યમથી
ઈ-ઈનવોઈસ જેએસઓન ડાઉનલોડ કર સંબંધી કાર્ય નહીં થઈ શકે.
જીએસટી તરફથી કહેવામાં આવ્યું છે કે જીએસટી પોર્ટલના પાયાના માળખાને અપગ્રેડ કરવાનું છે. આ કામ 31 ઓકટોબર સવારે 9 વાગ્યાથી શરૂ કરીને 1 નવેમ્બરના બપોરે 1 વાગ્યા સુધીમાં સમાપ્ત થઈ જશે. આ કારણે જીએસટી પોર્ટલ પર ઉપરોક્ત કામ કરદાતા નહીં કરી શકે. જીએસટીએ કરદાતાઓ અને અન્ય સંબંધીત પક્ષોને આગ્રહ કર્યો છે કે તેઓ પોતાના કાર્યોની યોજના તે મુજબ બનાવે. મેઈન્ટેનન્સનું કામ પુરું થયા બાદ અસર પામેલી સેવાઓ ફરીથી બહાલ કરી દેવામાં આવશે.
