૮ રાજ્યોમાં પવન સાથે ભારે વરસાદૃની આગાહી

‘અર્નબ બાદ મુરાસુ વાવાઝોડુ કાલે આંધ્રમાં ત્રાટકશે

આંધ્ર, તામિલનાડુ, કેરળ, કર્ણાટક, ઓડિશા સહિત રાજ્યોમાં એલર્ટ જારી

બંગાળની ખાડીમાં ઉવેલું ડિપ્રેશન હવે એક શક્તિશાળી ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે, જેને ’ચક્રવાત મુરાસુ’ નામ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી મુજબ, આ ચક્રવાત આગામી મંગળવારે આંધ્રપ્રદૃેશના દૃરિયાકાંઠે ત્રાકવાની સંભાવના છે. અગાઉ આવેલા ’અર્નબ’ વાવાઝોડાની સરખામણીમાં આ વાવાઝોડું થોડું ઓછું તીવ્ર હોવાનું અનુમાન છે, તેમ છતાં તંત્ર દ્વારા પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે.
તેની અસરને પગલે દૃક્ષિણ, પૂર્વ અને મધ્ય ભારતનાં અનેક રાજ્યોમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદૃની આગાહી કરવામાં આવી છે.
આથી દૃરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
ચક્રવાતી સિસ્ટમની સૌથી વધુ અસર આંધ્રપ્રદૃેશ અને ઓડિશામાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે દૃરિયાકાંઠાના આંધ્રપ્રદૃેશ અને યાનમમાં ૨ અને ૩ નવેમ્બરે અતિભારે વરસાદૃની આગાહી કરી છે. રાયલસીમા વિસ્તારમાં પણ આ દિૃવસોમાં ભારે વરસાદૃ પડવાની શક્યતા છે. ઓડિશામાં ૩ અને ૪ નવેમ્બરે ભારે વરસાદૃની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ૩ નવેમ્બરે અસરગ્રસ્ત વિસ્તારોમાં પવનની ગતિ ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા જણાવાયું છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમની અસર દૃક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૬ નવેમ્બર સુધી વરસાદૃી પ્રવૃત્તિ ચાલુ રહેવાની આગાહી છે. કેરળ અને માહેમાં ૧થી ૪ નવેમ્બર દૃરમિયાન ભારે વરસાદૃ પડી શકે છે. જ્યારે તેલંગાણા અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ૨થી ૫ નવેમ્બર દૃરમિયાન હળવાથી ભારે વરસાદૃની શક્યતા છે.
આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવા અને વાહનવ્યવહારને અસર થવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ચક્રવાતી હવામાન પ્રણાલીની અસર પૂર્વ ભારતના રાજ્યોમાં પણ જોવા મળી શકે છે. ઝારખંડ, બિહાર અને પશ્ર્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસાદૃ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે.
આંદૃામાન અને નિકોબાર ટાપુઓમાં પણ વરસાદૃી માહોલ રહેવાની શક્યતા છે. હવામાનમાં અચાનક ફેરફારને કારણે આ વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
મધ્ય ભારતના રાજ્યોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. છત્તીસગઢમાં ૩ અને ૪ નવેમ્બરે ભારે વરસાદૃ પડી શકે છે. જ્યારે પૂર્વ અને પશ્ર્ચિમ મધ્યપ્રદૃેશમાં ૪ નવેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદૃ અને ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
વિદૃર્ભ વિસ્તારમાં પણ વરસાદૃી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. આથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તરપૂર્વ ભારતનાં રાજ્યોમાં આગામી દિૃવસોમાં હળવોથી મધ્યમ વરસાદૃ ચાલુ રહેવાની શક્યતા છે. અરુણાચલ પ્રદૃેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદૃી માહોલ રહેવાની આગાહી છે.
બંગાળની ખાડીમાં હવામાન પ્રણાલી સક્રિય થતાં દૃરિયાઈ વિસ્તારોમાં પવન અને દૃરિયાની સ્થિતિ પ્રતિકૂળ બની શકે છે. આથી માછીમારોને હવામાન વિભાગની ચેતવણીઓનું પાલન કરવા અને જોખમી દૃરિયાઈ વિસ્તારોમાં જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.આગામી દિૃવસોમાં ચક્રવાતી સિસ્ટમની દિૃશા અને તીવ્રતા અંગે હવામાન વિભાગ સતત નજર રાખશે. અસરગ્રસ્ત રાજ્યોના વહીવટી તંત્રને પણ જરૂરી તકેદૃારી રાખવા જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ