મણિપુરમાં ફરી હિંસા ભડકી; નોનીમાં ગોળીબારમાં ૩ ના મોત

ઇમ્ફાલમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

વિસ્થાપિતોની ઘરવાપસી, કાયમી શાંતિ અને જીર્ર્ં સમજૂતી રદૃ કરવા માંગ; ૧૯૫૧ને આધાર વર્ષ માની દ્ગઇઝ્ર લાગુ કરવા પ્રસ્તાવ

અશાંત મણિપુરમાં િંહસા અને તણાવ હજુ પણ થમવાનું નામ લઈ રહૃાા નથી. મણિપુરના નોની જિલ્લામાં શનિવારે સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં ૩ લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને તણાવ વ્યાપી ગયો છે. બીજી તરફ, સતત વણસતી જતી કાયદૃો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કરતાં રાજધાની ઇમ્ફાલમાં શનિવારે હજારો નાગરિકોએ વિશાળ વિરોધ રેલી યોજીને સરકારને ફાઇનલ વોર્નિંગ આપી દૃીધી છે.
મળતી વિગતો અનુસાર, નોની જિલ્લાના નુંગબા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કેકરુ નાગા ગામમાં અજ્ઞાત સશસ્ત્ર જૂથો વચ્ચે અચાનક ગોળીબાર શરૂ થયો હતો. આ અથડામણમાં ૩ લોકોના નીપજ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી હથિયારો અને ગોળાબારૂદૃ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે કુકી આદિૃવાસી સંગઠન કુકી ઇનપી મણિપુર (ૈંસ્) એ આક્ષેપ કર્યો છે કે આ હુમલા પાછળ દ્ગજીઝ્રદ્ગ-ૈંસ્ અને ઝેલીયાંગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટના કેડરોનો હાથ છે.
રાજ્યમાં વધી રહેલી અશાંતિ સામે કોઓર્ડિનેિંટગ કમિટી ઓન મણિપુર ઇન્ટિગ્રિટી (ર્ઝ્રંર્ઝ્રંસ્ૈં) અને વિવિધ નાગરિક સમાજ સંગઠનોના નેતૃત્વ હેઠળ ઇમ્ફાલમાં એક વિશાળ મહારેલી યોજાઈ હતી. આ પ્રદૃર્શનમાં ખીણ અને પહાડી વિસ્તારોના નાગરિકો ઉપરાંત નાગા સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાતાં સડકો પર જનમેદૃની ઉમટી પડી હતી. પ્રદૃર્શનકારીઓએ આકરા તેવર બતાવતાં સ્પષ્ટ કર્યું હતું કે વર્તમાન ભાજપ સરકાર શાંતિ બહાલ કરવામાં નિષ્ફળ રહી છે, તેથી કાં તો કડક પગલાં લઈને શાંતિ સ્થાપવામાં આવે અથવા સરકાર રાજીનામું આપે.
વિરોધ રેલીના અંતે સંગઠનો દ્વારા ૬-સૂત્રીય પ્રસ્તાવ પસાર કરી નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે:
કાયમી શાંતિની સ્થાપના: રાજ્યમાં તાત્કાલિક અસરથી િંહસા રોકી સંપૂર્ણ શાંતિ બહાલ કરવી.
વિસ્થાપિતોની ઘરવાપસી: િંહસાના કારણે ઘરબાર વિહોણા થયેલા હજારો વિસ્થાપિતોની સુરક્ષિત ઘરવાપસી કરાવવી.
જીર્ર્ં સમજૂતી રદૃ કરવી: કુકી-જો ઉગ્રવાદૃી સંગઠનો સાથે થયેલી સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (જીર્ર્ં) સમજૂતી તુરંત રદૃ કરી તેમની સામે સશસ્ત્ર ઓપરેશન શરૂ કરવું.
૧૯૫૧ના આધારે દ્ગઇઝ્ર: વર્ષ ૧૯૫૧ને આધાર વર્ષ (મ્ટ્ઠજી રૂીટ્ઠિ) માનીને સમગ્ર રાજ્યમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (દ્ગઇઝ્ર) લાગુ કરવું.
પ્રદૃર્શનકારીઓએ ટિડિમ ગ્રાઉન્ડથી કૂચ કરવાનો પ્રયાસ કરતાં સુરક્ષાદૃળોએ કાસમપત જંક્શન પર બેરિકેડ્સ મૂકીને તેમને અટકાવ્યા હતા. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમગ્ર મણિપુરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરી દૃેવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ