૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોની વરસી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રાજીવ ગાંધીના જૂના નિવેદૃનનો ઉલ્લેખ કરીને તેમણે કોંગ્રેસને ઘેરી હતી.
અમિત શાહે ૧૯૮૪માં દિૃલ્હીમાં થયેલી િંહસાનો ઉલ્લેખ કરતાં કહૃાું કે હજારો શીખોની હત્યા કરવામાં આવી હતી. અનેક પરિવારો ઉજડી ગયા હતા. તેમણે રાજીવ ગાંધીના ‘જ્યારે મોટું વૃક્ષ પડે છે, ત્યારે ધરતી ધ્રૂજે છે નિવેદૃનને યાદૃ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો.
અમિત શાહે દિૃલ્હીમાં રાહુલ ગાંધી દ્વારા આયોજિત રેલીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ ૧૯૮૪ના રમખાણોના પીડિતોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. શાહે કહૃાું કે તેમને લાગ્યું હતું કે રાહુલ ગાંધી નાની ઉંમરના હોવાથી કદૃાચ આ તારીખનો ઇતિહાસ જાણતા નહીં હોય.
અમિત શાહે કહૃાું કે, ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસને અપીલ કરી હતી કે, ૧, ૨ કે ૩ નવેમ્બરે રેલીનું આયોજન ન કરે. કારણ કે આ એ જ દિૃવસો છે, જ્યારે શીખ વિરોધી રમખાણો થયાં હતાં. આવા સમયે રેલી યોજવાથી શીખ સમુદૃાયની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. જોકે, તેમનો આરોપ છે કે આ અપીલ છતાં કોંગ્રેસે રેલી યોજવાનો નિર્ણય કર્યો.
અમિત શાહે વધુમાં કહૃાું કે, મોદૃી સરકારે ૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા કેસોની ફરી તપાસ કરાવી હતી. રમખાણોના પીડિતોને ૫ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું અને િંહસામાં સામેલ કોંગ્રેસના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા.
અમિત શાહે કહૃાું કે, ચંડીગઢ મહાન શીખ ગુરુઓની પવિત્ર કર્મભૂમિ રહૃાું છે. તેમણે જણાવ્યું કે આ ઐતિહાસિક ધરતી પર ૨૫૦ કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવી રહૃાો છે.
રાહુલ ગાંધીની રેલી અંગે અમિત શાહે કહૃાું કે તેઓ આ નિર્ણયની આકરી િંનદૃા કરે છે. તેમણે ઉમેર્યું કે ભારત અને પંજાબ ૧૯૮૪ની એ ઘટનાને ક્યારેય ભૂલી શકશે નહીં.
