વાહન દુર્ઘટનામાં 14 જાનૈયાનાં મોત

ઉ.પ્રદેશના પ્રતાપગઢમાં બની કરૂણાંતિકા

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
લખનૌ, તા.૨૦
પ્રતાપગઢમાં એક માર્ગ અકસ્માતમાં ૧૪ લોકોનાં કરૂણ મોત થયા છે. આ અકસ્માત માનિકપુર પોલીસ સ્ટેશનની હદૃના દૃેશરાજ ઈનારામાં થયો છે જ્યાં જાનૈયાઓથી ભરેલી બોલેરા અનિયંત્રિત જઈને રસ્તા કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાઇ ગઈ. આ ભીષણ અકસ્માતમાં ૧૪ જાનૈયાઓના મોત થયા છે. અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ ડ્રાઇવરને ઝોંકું આવી ગયું જેના કારણે આ દૃુર્ઘટના સર્જાઈ. મળતી જાણકારી મુજબ, જાનૈયા નવાબગંજ પોલીસ સ્ટેશનની હદૃના શેખપુર ગામમાં લગ્ન પ્રસંગમાં સામેલ થઈને ઘરે પરત જઈ રહૃાા હતા. દૃુર્ઘટનાનો શિકાર બનેલા ૧૪ લોકોમાં ૬ બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને બોલેરોને ગેસ કટરથી કાપીને તમામ ૧૪ લોકોના મૃતદૃેહ બહાર કાઢવામાં આવ્યા છે. દૃુર્ઘટના એટલી ભયાનક હતી કે આ રેસ્ક્યૂ કાર્ય હાથ ધરવામાં પોલીસ ટીમને લગભગ બે કલાકનો સમય લાગી ગયો. પોલીસે તમામ મૃતદૃેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. નોંધનીય છે કે, આ દૃુર્ઘટનાનો શિકાર બનેલા ૧૨ જાનૈયા કુંડા પોલીસ સ્ટેશનની હદૃના જિગરાપુરા ચૌસા ગામના રહેવાસી છે, જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહેવાસી છે. દૃુર્ઘટનાની જાણ થતાં જ એસપી મોટી સંખ્યામાં પોલીસ દૃળની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ