ઓસ્ટ્રેલિયામાં ‘જય-હિન્દ’, ‘જય-ભારત’ !

તિકડમબાજ અને અંચઇની પરાકાષ્ટા સર્જનારી યજમાન ટીમને ભારતના ઘાયલ શેરોએ ફાડી ખાધી

બ્રિસ્બેન ટેસ્ટ સાથે બોર્ડર-ગાવસ્કર શ્રેણી કબ્જે: વડાપ્રધાન મોદીની શુભકામના: બોર્ડે આપ્યુ પ5 કરોડનું ઇનામ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
બ્રિસબેન, તા. ૧૯
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનના ગાબ્બા મેદૃાન પર રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટની અંતિમ મેચ ભારે રસાકસી જોવા મળી. આ મેચમાં ભારતીય ટીમે ૩ વિકેટે ઐતિહાસિક જીત મેળવીને ઓસ્ટ્રેલિયાના ઘર આંગણે જ ઘૂળ ચટાડી દૃીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમે બીજી ઈિંનગ્સમાં ૨૯૪ તથા પહેલી ઈિંનગ્સની ૩૩ રનની લીડના આધારે ભારતને ૩૨૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ભારતીય બેટ્સમેનોએ દિૃગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં જ પ્રશંસનીય પ્રદૃર્શન કરતા ૭ વિકેટ ગુમાવીને ૩૨૯ રન બનાવ્યા હતા. આ સાથે જ સીરિઝમાં ૨-૧થી ભારતે કબજો કરી લીધો છે.
ભારતની આ ઐતિહાસિક જીત પર સોશિયલ મીડિયા પર ખૂબ શુભકામનાઓ મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ ભારતીય ટીમને ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતા પર ખૂબ ખુશ છીએ. તેમની ઉર્જા અને જૂનુન સમગ્ર રમત દૃરમિયાન દૃેખાઈ રહૃાાં હતા. તેમનો દ્રઢ ઈરાદૃો, ઉલ્લેખનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ પણ જોવા મળ્યો. ટીમને શુભકામનાઓ! તમને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. ભારતીય ટીમની આ ઐતિહાસિક જીત પર બીસીસીઆઈએ સમગ્ર ટીમને બોનસમાં ૫ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને કરી હતી. તેમણે લખ્યું હતું, બીસીસીઆઈએ ટીમ બોનસ તરીકે રૂપિયા ૫ કરોડની જાહેરાત કરે છે. આ ભારતીય ક્રિકેટ માટે ખાસ પળો છે. ગાબામાં ભારતીય ટીમ દ્વારા ખૂબ જ અદૃભૂત રમત દૃર્શાવવામાં આવી છે.
ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર વિરાટ કોહલીએ પણ ટ્વીટ કર્યું હતું. કોહલીએ ટ્વીટમાં લખ્યું- શું જીત છે! હા. જે લોકો એડિલેડ બાદૃ અમારા પર શંકા કરી રહૃાા હતા, ઊભા થઈને જુઓ. અનુકરણીય પ્રદૃર્શન પરંતુ કઠોરતા અને દ્રઢ નિશ્ર્ચય તમામ રીતે અમારા માટે અદૃભૂત હતા. મેનેજમેન્ટ અને બોય્ઝ ખૂબ જ સરસ. આ ઐતિહાસિક જીતને ઉજવો.

રિલેટેડ ન્યૂઝ