રાંધણ ગસમાં 25નો ‘બ્લાસ્ટિંગ’ વધારો

એલપીજી સિલિન્ડરમાં મહિનામાં 100 રૂપિયાનો ભાવ વધારો થયો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) નવી દિૃલ્હી,તા.૨૫
રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ફરીથી વધ્યા છે. આઈઓસીએ ફેબ્રુઆરીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ફેબ્રુઆરીમાં ફરીથી વધાર્યા છે. આ અગાઉ ૪ ફેબ્રુઆરી અને ૧૪ ફેબ્રુઆરીના રોજ ભાવ વધ્યા હતા. ડિસેમ્બર મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં બે વાર વધારો થયો હતો. ૧ ડિસેમ્બરના રોજ ૫૯૪ રૂપિયા રૂપિયાથી વધીને તેનો ભાવ ૬૪૪ રૂપિયા કરાયો હતો અને ફરીથી ૧૫ ડિસેમ્બરે એકવાર તેનો ભાવ ૬૯૪ રૂપિયા કરવામાં આવ્યો. એટલે કે એક જ મહિનાની અંદૃર ૧૦૦ રૂપિયાનો વધારો કરાયો. જો કે જાન્યુઆરીમાં ભાવ વધ્યા નહીં. જાન્યુઆરીમાં સબસિડી વગરના રાંધણ ગેસનો ભાવ ૬૯૪ રૂપિયા હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં રાંધણ ગેસની િંકમતમાં વધારો થયો નહીં અને તે તેની જૂની િંકમત ૬૯૪ રૂપિયે જ મળી રહૃાો હતો. ૧ ફેબ્રુઆરીના રોજ ભાવમાં વધારો ન થયો. પરંતુ ૪ ફેબ્રુઆરીના રોજ ફરીથી ભાવ વધીને ૭૧૯ રૂપિયા થયા. એટલે કે ૨૫ રૂપિયા વધારો ઝીંકાયો. ૧૦ જ દિૃવસની અંદૃર એલપીજીના ભાવમાં ૫૦ રૂપિયાનો ફરી વધારો થયો. અને આજે એકવાર ફરીથી ભાવ વધ્યા અને ૭૬૯ રૂપિયાથી વધીને ૭૯૪ રૂપિયા થઈ ગયો. એટલે કે ૨૫ રૂપિયા ભાવ વધ્યો. આજથી દિૃલ્હીમાં એલપીજી સિલિન્ડરનો ભાવ ૭૯૪ રૂપિયા થઈ ગયો છે. એટલે કે ફક્ત ફેબ્રુઆરીમાં જ એલપીજી સિલિન્ડરના ભાવ ૧૦૦ રૂપિયા વધી ચૂક્યા છે. એલપીજીના ભાવમાં વધારો એવા સમયે થયો છે કે જ્યારે ભારતમાં પેટ્રોલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ભાવ ઉચ્ચતમ સ્તરે જઈ રહૃાા છે. રાંધણ ગેસ સિલિન્ડરની િંકમત ચેક કરવા માટે તમારે સરકારી ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દૃર મહિને નવા રેટ્સ જાહેર કરે છે. આ િંલક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છે.

રિલેટેડ ન્યૂઝ