‘અક્ષર’ મહોત્સવ

ઇંગ્લેન્ડની સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ ભારતીય સ્પિનર અક્ષર પટેલ માટે યાદગાર સાબિત થઈ રહી છે. ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર આ બોલરે પોતાની બીજી મેચમાં 11 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો છે. અમદાવાદ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેસ્ટમેન અક્ષરે ખુબ નચાવ્યા. બંને ઇનિંગ્સમાં આ સ્પિનરે પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપી પાડી હતી.
અક્ષર પટેલ પોતાના ઘરેલું મેદાન પર રમવા ઉતર્યો અને તને યાદગાર બનાવી.
દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પ્રથમ ઇન્ટરનેશનલ મેચમાં લોકલ બોયે 11 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો છે. માત્ર બીજી જ મેચમાં આ કરનાર અક્ષર ગણતરીના બોલરોમાં સામેલ થઇ ગયો છે. પ્રથમ ઇનિંગ્સમાં અક્ષરે 6 વિકેટ ઝડપી હતી અને ઇંગ્લેન્ડની આખી ટીમને માત્ર 112 રન પર ઓલઆઉટ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ