5 રાજયોની ચૂંટણીથી ‘એપ્રિલ’ ફૂલ !

27 માર્ચથી 29 એપ્રિલ સુધીનાં 8 તબક્કામાં પ.બંગાળમાં મતદાન: બીજી મે (રવિવારે)તમામનાં પરિણામ

કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં 6 એપ્રિલે તેમજ આસામમાં 27 માર્ચ, 1 અને 6 એપ્રિલ ત્રણ તબક્કે ચૂંટણી

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.26
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પોન્ડિચેરી અને કેરળ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, આસામમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે. પહેલા તબક્કામાં 47 સીટો પર 27 માર્ચથી વોટિંગ થશે. બીજા તબક્કાની 49 સીટો પર 1 એપ્રિલના વોટિંગ થશે. ત્રીજા તબક્કાની 40 સીટો પર 6 એપ્રિલના વોટિંગ થશે અને તમામ જગ્યાઓ પર 2 મેના પરિણામો જાહેર થશે. તો કેરળમાં 14 જિલ્લાની 140 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 6 એપ્રિલના ચૂંટણી થશે.
પોન્ડિચેરીમાં 6 એપ્રિલના વોટિંગ થશે અને 2 મેના પરિણામો આવશે. તમિલનાડુ અને કેરળમાં ફક્ત એક જ તબક્કામાં મતદાન થશે. અહીં મતદાન 6 એપ્રિલના થશે. મતગણતરી 6 મેના થશે. આ જ રીતે કેરળમાં પણ 6 એપ્રિલના જ મતદાન થશે. પોંડિચેરીમાં એક તબક્કામાં જ મતદાન થશે અને 2 મેના પરિણામો આવશે. તો પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થશે. બંગાળમાં 27 માર્ચના પહેલા તબક્કાનું મતદાન થશે. બીજા તબક્કામાં 1 એપ્રિલના મતદાન થશે.
ઉલ્લેખનીય છે કે 4 ‘મે’થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આને જોતા ચૂંટણી પંચે 5 રાજ્યોમાં 1લી ‘મે’થી પહેલા ચૂંટણી કાર્યક્રમ પૂર્ણ કરવાનો પ્લાન બનાવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, તમામ ચૂંટણી અધિકારીઓનું રસીકરણ થશે. આસામમાં આ વખતે33 હજારથી વધારે પોલિંગ સ્ટેશનો હશે, તમિલનાડુંમાં 88 હજારથી વધારે પોલિંગ સ્ટેશન હશે. પશ્ચિમ બંગાળમાં 1 લાખથી 1 હજારથી વધારે પોલિંગ સ્ટેશન હશે. કેરળમાં 40 હજારથી વધારે પોલિંગ બૂત હશે. પોંડિચેરીમાં 1500થી વધારે પોલિંગ બૂથ હશે.
આ વિધાનસભા ચૂંટણીમાં 18 કરોડથી વધારે મતદારો વોટિંગ કરશે. કુલ 824 વિધાનસભા સીટો પર મતદાન થશે. દરેક જગ્યાએ મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. આનાથી કોઈ સમજૂતી કરવામાં નહીં આવે. ઉમેદવારોને ફક્ત 5 લોકો સાથે જ ઘરેઘરે જઇને ચૂંટણી પ્રચાર કરવાની અનુમતિ હશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પર્યાપ્ત માત્રમાં કેન્દ્રીય સુરક્ષાદળોને આ 5 રાજ્યોમાં તૈનાત કરવામાં આવશે. સંવેદનશીલ બૂથોની ઓળખ કરી લેવામાં આવી છે તેવું મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું. તમામ પોલિંગ સ્ટેશનો પર પીવાના પાણી, વીજળી, વેઇટિંગ એરિયા, સેનિટાઇઝર, માસ્ક, સાફ પાણી, વ્હિલ ચેર વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે.
ચૂંટણી પંચે કહ્યું કે, પોંડિચેરીમાં ઉમેદવારોને મહત્તમ 22 લાખ રૂપિયા ખર્ચ કરવાની પરવાનગી હશે. બાકીના 4 રાજ્યોમાં 38 લાખ રૂપિયાની અધિકતમ સીમા હશે.ઉલ્લેખનીય છે કે 24 મે 2021ના તમિલનાડુમાં વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં 30 મેના વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આસામમાં 31 મેના વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ