આજથી 2 દિવસ રસીકરણ-બંધ

રજિ.માટેની કોવિડ એપમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.26
દેશભરમાં આગામી 2 દિવસ એટલે કે 27 અને 28 ફેબ્રુઆરીએ રસી આપવામાં આવશે નહીં. આરોગ્ચ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. મત્રાલયે જણકારી આપી છે કે, આગામી બે દિવસ કોવિન ડિજિટલ પ્લેટફોર્મને 1.0થી 2.0માં પરિવર્તિત કરવામાં આવશે. આ કારણે જ બે દિવસ રસીકરણ અભિયાનને બંધ રાખવામાં આવશે.
જણાવી દઈએ કે, એક માર્ચથી ગંભીર રીતે બીમાર 45થી વધુ વયના અને 60 વર્ષથી વધુ વયના લોકને કોરોનાની રસી આપવાનું શરૂ થવાનું છે. અન્ય લોકોની જેમ તેમણે પણ રસીકરણ માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. હાલ દરેક લોકો માટે કોવિન એપ ઉપલબ્ધ નથી. કારણ કે તેમાં જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેથી બે દિવસ રસીકરણ બંધ રહેશે.
આ અભિયાનમાં વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત બીમારીગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ રસી આપવામાં આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે, 1 માર્ચથી કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ જશે. આ તબક્કા હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના લોકને રસીનો ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત તેમજ 45 વર્ષથી મોટી ઉંમરના ગંભીર બીમારી હશે તેવા લોકોને પણ બીજા તબક્કામાં વેક્સિન અપાશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, 10 હજાર સરકારી અને 20 હજાર ખાનગી કેન્દ્રો પર લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, સરકારની કેન્દ્રો પર લોકોને નિ:શુલ્ક રસીનો ડોઝ આપવામાં આવશે. જ્યારે જે લોકો ખાનગી કેન્દ્રથી રસી લગાવશે, તેઓએ પૈસા ચૂકવવા પડશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, આગામી ત્રણ-ચાર દિવસમાં આરોગ્ય મંત્રાલય રસી બનાવતી કંપની અને હોસ્પિટલો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ આ રકમ અંગે નિર્ણય લેશે.

રિલેટેડ ન્યૂઝ