પોતાની સુરક્ષા પાછળ મહિને 16 લાખ રૂપિયા ખર્ચે છે અંબાણી+

વડાપ્રધાન સહિત દેશમાં 17 લોકોને
જ ઝેડ-પ્લસ સુરક્ષા પ્રાપ્ય છે તેમાં મુકેશ અંબાણી શામેલ

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઇ,તા.26
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ચોવીસ કલાક ઝેડ પ્લસ સિક્યુરિટી કવરમાં રહે છે. ગુરૂવારના તેમના મુંબઈ સ્થિત બંગલા ‘એન્ટિલિયા’થી લગભગ 400 મીટર દૂર એક શંકાસ્પદ કાર ઉભી હતી. શક થવા પર જ્યારે તેની તપાસ કરવામાં આવી તો અંદર જિલેટિનની 20 છડી મળી. એક ધમકી ભરી ચિઠ્ઠી પણ મળી જેમાં આખા અંબાણી પરિવારને મારી નાંખવાની વાત કહેવામાં આવી છે.
અંબાણી સાઉથ મુંબઈના જે વિસ્તારમાં રહે છે, ત્યાં એકથી એક નામી હસ્તિઓના ઘર છે. તેમનો બંગલો પણ કોઈ કિલ્લાથી કમ નથી, જ્યાં પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સ હંમેશા સજ્જ રહે છે.
મુકેશ અંબાણીને ણ+ સિક્યુરિટી કવર મળ્યું છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં તૈનાત સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (જઙૠ) બાદ આ ભારતનું બીજું સૌથી મોટું સુરક્ષા કવર છે. આ સિક્યુરિટી કવર કેટલું મહત્વનું છે તેનો અંદાજો એ વાતથી લગાવો કે અત્યાર સુધી ફક્ત 17 લોકોને જ ણ+ સિક્યુરિટી આપવામાં આવી છે. આ અંતર્ગત મુકેશ અંબાણીની સુરક્ષામાં 55 હાઈલી ટ્રેન્ડ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે. આ કવરમાં ઓછામાં ઓછા 10 કમાન્ડોઝ નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સના હોય છે. તમામ સુરક્ષા કર્મચારી માર્શલ આર્ટ્સમાં ટ્રેન્ડ હોય છે. તેમની પાસે ઘાતક ખઙ5 ગન હોય છે અને એકથી એક ચઢિયાતા કોમેન્યુનિકેશન અને સિક્યુરિટી ગેઝેટ્સ હોય છે.
મુકેશ અંબાણીને વર્ષ 2013માં ઝેડ સિક્યુરિટી આપવામાં આવી હતી, જેને નરેન્દ્ર મોદી સરકારે વધારીને ઝેડ પ્લસ કરી દીધી. જ્યારે અંબાણી પોતાના રાજ્યમાં હોય છે તો સમગ્ર સુરક્ષા કવર તેમની સાથે હોય છે. બહાર જવા પર કેટલાક કમાન્ડોઝ તેમની સાથે ચાલે છે અને સંબંધિત રાજ્ય બાકીની સુરક્ષાની વ્યવસ્થા કરે છે. 24 કલાક મળનારી મળનારી આ સુરક્ષાનો ખર્ચ મુકેશ અંબાણીએ ખુદ ઉઠાવવો પડે છે. એક અનુમાન પ્રમાણે ઝેડ પ્લસ સિક્યુરિટી માટે મુકેશ અંબાણી દર મહિને લગભગ 22 હજાર ડોલર (લગભગ 16 લાખ રૂપિયા)નું બિલ ચુકવે છે. આ ખર્ચ ઉપરાંત સુરક્ષા કર્મચારીઓના રહેવા-જમવાની વ્યવસ્થા પણ અંબાણીએ કરવાની હોય છે.

રિલેટેડ ન્યૂઝ