કોરોનાની બીજી લહેર આવશે જ: નિષ્ણાંતો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
બેંગલુરુ, તા. ૨૬
કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેને કોરોનાની બીજી લહેર માનવામાં આવી રહી છે. કર્ણાટક અને તમિળનાડુના એક્સપર્ટસના જણાવ્યા મુજબ, અન્ય રાજ્યોમાં પણ આજે નહીં તો કાલે આવી સ્થિતિ આવશે જ. કોરોના વાયરસ, તેના વેરિયટન્સ અને વેક્સિનેશન પર ગુરુવારે ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક દ્વારા આયોજિત પેનલ ડિસ્કશનમાં એક્સપર્ટસે કહૃાું કે, (કોરોનાની) બીજી લહેર નિશ્ર્ચિત છે.
શું ભારત બીજી લહેરનો સામનો કરી રહૃાું છે? તેના પર ચેન્નઈની એપોલો હોસ્પિટલના ચેપી રોગોના નિષ્ણાત ડો. વી રામાસુબ્રમણિયમે કહૃાું કે, યુકે અને યુએસ સહિતના દૃેશો કે જે ભારત કરતા કેસોની બાબતમાં ત્રણથી ચાર મહિના આગળ છે, તેમાં બીજી લહેર આવી હતી. તેમણે કહૃાું કે, ભારતમાં બીજી લહેર ન આવવાનું મને કોઈ કારણ જણાતું નથી. પરંતુ શક્યતા છે કે અન્ય દૃેશોની સરખામણીએ ભારતમાં તેની તીવ્રતા ઓછી હોઈ શકે છે, કેમકે ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે.
નિમ્હાન્સના ડિપાર્ડમેન્ટ ઓફ ન્યુરોવાયરોલોજીના પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને કર્ણાટક કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. વી રવિએ કહૃાું કે, ભારત બીજી લહેરથી બચી નહીં શકે. તેમણે કહૃાું કે, મોટાભાગના લોકો એવું માની રહૃાા છીએ કે આપણે બધાથી અલગ છીએ, પરંતુ વાયરસ એક દિૃવસ તો દૃરેકને ઝપેટમાં લેશે જ.
તેમણે કહૃાું કે, જ્યારે કેસોમાં મોટો ઉછાળો આવશે ત્યારે જ લોકો જવાબદૃારી પૂર્વક વર્તશે અને ટેસ્ટિંગની સંખ્યા પણ વધશે. તેમણે કહૃાું કે, એકવાર લહેર ધીમી પડે, એટલે લોકો નિશ્ર્ચિંત બની જાય છે. ડો. રવિએ કહૃાું કે, કેરળ તેનું ઉદૃાહરણ છે. જ્યારે કેસો વધારે હતા ત્યારે ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ નહીં. કોઈપણ મહામારીની બીજી લહેર આવે જ છે.

રિલેટેડ ન્યૂઝ