કોંગ્રેસમાં સૌથી મોટા ભંગાણના એંધાણ

ભગવા કલરની પાઘડી પહેરી દિગ્ગજ નેતાઓએ હુંકાર કર્યો: અમે બતાવીશું કોંગ્રેસ શું છે !

G-23 ઇચ્છે છે કે કોંગ્રેસ મજબૂત બને
આ અવસર પર યુપી કોંગ્રેસના પૂર્વ ચીફ અને જી-23ના નેતા રાજ બબ્બર પણ હાજર હતા. રાજ બબ્બરે મંચ પરથી કહ્યું કે લોકો કહે છે કે જી 23. હું કહું છું ગાંધી 23. મહાત્મા ગાંધીનો વિશ્વાસ, સંકલ્પ અને વિચારની સાથે આ દેશના કાયદા અને સંવિધાનની રચના કરી હતી. કોંગ્રેસ તેને આગળ લઇ જવા માટે મજબૂતીથી ઉભી છે. જી 23 ઇચ્છે છે કે કોંગ્રેસ મજબૂત બને. આ સમારંભમાં ગુલામ નબી આઝાદ અને રાજ બબ્બર સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, વિવેક તન્ખા, અને ભૂપિંદર સિંહ હુડ્ડા હાજર છે. ગુલામ નબી ગાંધી ગ્લોબલ ફેમિલી એનજીઓના પ્રમુખ છે. કહેવાતું હતું કે આ નેતા કોંગ્રેસના કામકાજ પર પ્રશ્ન ઉઠાવી શકે છે.

રાહુલના નિવેદનથી નાખુશ છેG-23 !
એમ પણ કહેવાય છે કે કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓનું ગ્રૂપ રાહુલ ગાંધીના તાજેતરના ‘ઉત્તર-દક્ષિણની રાજનીતિ’વાળી ટિપ્પણીથી નાખુશ છે.
કોંગ્રેસના આ નેતા ગુલામ નબી આઝાદને રાજ્યસભા માટે ફરીથી નોમિનેટ ના કરવાથી નારાજ છે. આઝાદનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ તેમને વિદાય અપાઇ. આઝાદના વિદાય સમારંભમાં પીએમ મોદીએ ગૃહમાં તેમના ખૂબ વખાણ કર્યા હતા. તેના કેટલાંય અર્થ નીકાળવામાં આવ્યા હતા.

(પ્રતિનિધિ દ્વારા) જમ્મુ તા. 27
એકબાજુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી રાજ્ય તામિલનાડુનો પ્રવાસ કરી રહ્યા છે તો જમ્મુમાં કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓનું ગ્રૂપ ૠ-23ના નેતા સમારંભમાં સામેલ થયા છે. અહીં પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલએ કોંગ્રેસના કામકાજ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસ તેમને નબળી પડતી દેખાઇ રહી છે.
તેમણે ગુલામ નબી આઝાદને ફરીથી રાજ્યસભા માટે નોમિનેટ ના કરવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યા. આ સાથે જ ભારતીય રાષ્ટ્રીય કોંગેસમાં સૌથી મોટા ભંગાણનાં એંધાણ વર્તાયા હતા.
પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં કોંગ્રેસના કેટલાંય નેતા જમ્મુના શાંતિ સંમેલનમાં પહોંચ્યા છે જેને ગાંધી ગ્લોબલ ફેમિલી નામની એક ગૠઘએ આયોજીત કર્યું છે. આ દરમ્યાન કોંગ્રેસના તમામ નેતાઓ ભગવા પાઘડીમાં દેખાયા.
કપિલ સિબ્બલે કહ્યું કે સાચું બોલવાની તક છે અને આજે સાચું જ બોલીશું. આપણે અહીં કેમ ભેગા થયા છીએ. સત્ય તો એ છે કે કોંગ્રેસ પાર્ટી આપણને નબળી પડતી દેખાઇ રહી છે. આથી આપણે અહીં ભેગા થયા છીએ. પહેલાં પણ ભેગા થયા હતા. આપણે ભેગા થઇ તેને મજબૂત કરવાની છે. આપણે નથી ઇચ્છતા કે ગુલામ નબી આઝાદ સાહેબને સંસદમાંથી આઝાદી મળે.
સિબ્બલે આગળ કહ્યું કે, કોંગ્રેસ ગુલામ નબી આઝાદ જેવાનાં અનુભવનો ઉપયોગ કેમ નથી કરી રહી ? પૂછો કેમ? હું સમજું છે કે જ્યારથી તેઓ રાજનીતિમાં આવ્યા કોઇ એવું મંત્રાલય રહ્યું નથી જેમાં તેઓ મંત્રી ના રહ્યા હોય. કોઇ એવા નેતા નથી જેમને તેઓ જાણતા ના હોય. ટેલિફોન પર જ્યારે કોઇપણ નેતાને ફોન કરતાં તો તેમને ત્યાં આવીને બેઠક કરતાં હતા. મને સમજાતું નથી કે આ અનુભવનો કોંગ્રેસ પાર્ટી કેમ ઉપયોગ કરી રહ્યું નથી.’
પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમારામાંથી કોઇ ઉપરથી આવ્યું નથી. ખિડકી રોશનદાનથી આવ્યા નથી. દરવાજામાંથી આવ્યા છે. ચાલીને આવ્યા છે. વિદ્યાર્થી આંદોલનથી આવ્યા છે. યુવક આંદોલનથી આવ્યા છીએ. એ અધિકાર મેં કોઇને નથી આપ્યો કે મારા જીવનમાં કોઇ અમને કહે કે અમે કોંગ્રેસી છીએ કે નહીં. આ હક કોઇને નથી. અમે બતાવી શકીએ છીએ કે કોંગ્રેસ શું છે. અમે બનાવીશું કોંગ્રેસને.
આનંદ શર્માએ આગળ કહ્યું કે છેલ્લાં 10 વર્ષમાં કોંગ્રેસ નબળી પડી છે. બે ભાઇ અલગ-અલગ મત ધરાવતા હોય તો તેનો મતલબ એ નથી કે ઘર તૂટી જશે. કે ભાઇ, ભાઇનો દુશ્મન થઇ જાય છે, આવું તો થતું નથી.
આની પહેલાં ગુલામ નબી આઝાદે કહ્યું કે છેલ્લાં 5-6 વર્ષથી આ તમામ મિત્રોએ જમ્મુ-કાશ્મીરને લઇ, અહીંની બેરોજગારી, રાજ્યનો દરજ્જો છીનવો, ઇન્ડસ્ટ્રીઝને ખત્મ કરવી, શિક્ષણ અને જીએસટી લાગૂ કરવાના મુદ્દાને લઇ સંસદમાં મારાથી કોઇ ઓછું બોલ્યું નથી. પછીતે જમ્મુથી હોય કે કાશ્મીર કે લદ્દાખ, અમે બધા ધર્મ, લોકો અને જાતિનું સમ્માન કરીએ છીએ. દરેક લોકોનો સમાન રીતે આદર કરીએ છીએ. આ અમારી તાકાત છે અને અમે આગળ પણ ચાલુ રાખીશું.
કોંગેસના નેતૃત્વ પર શર્માના ચાબખા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ નામ લીધા વિના નેતૃત્વ પર સવાલ ઉભા કરતાં કહ્યું ’મને એમ કહેવામાં કોઇ ખચકાટ નથી, કોંગ્રેસ હોદ્દો આપી શકે છે પર નેતા તે જ બને છે જેને લોકો માને છે. ગુલાબ નબી આઝાદના નિવૃત પર તેમણે કહ્યું ’કોઇને પણ ગલતફેમી ન હોવું જોઇએ કે આ કોઇ નિવૃતિ છે, આ કોઇ સરકારી નોકરી નથી. આઝાદ ભારતમાં લેહ અને લદ્દાખનો વિલય થયો છે અને હું આજે પણ માનતો નથી કે આ સ્ટેટ નથી ઞઝ છે. આનંદ શર્માએ કહ્યું, ’ભારત એક નામ, એક વિચારધારા પર ચાલી ન શકે.

રિલેટેડ ન્યૂઝ