‘દંગલ ગર્લ’ની પિતરાઈ કૂશ્તી સાથે જિંદગી પણ હારી ગઈ

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા. 25
‘દંગલ ગર્લ’ ગીતા અને બબીતા ફોગાટની પિતરાઇ બહેન રિતિકાએ ભરતપુરમાં કુશ્તીની ફાઇનલ મેચમાં હાર્યા બાદ સહન કરી શકી નહીં અને સોમવારેની રાત્રે પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનાં ફાંસીનો ફંદો લગાવી આત્મહત્યા કર લીધી છે. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ લાશને પરિવારજનોને સોંપી દીધી છે. મૃતક રિતિકાના નશ્વર દેહને તેના પૈતૃક ગામ રાજસ્થાનનાં ઝૂંઝુનુ જિલ્લાના જૈતપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જાણકારી અનુસાર ગીતા તથા બબીતા માફક જ આંતરરાષ્ટ્રીય પહેલવાન બનવાની ઇચ્છા સાથે 17 વર્ષીય રિતિકા પોતાના ફુવા પહેલવાન મહાબીર ફોગાટની એકેડમીમાં પાંચ વર્ષથી પ્રશિક્ષણ લઇ રહી હતી. રિતિકાએ 12થી 14 માર્ચ સુધી ભરતપુરના લોહાગઢ સ્ટેડિયમમાં રાજ્ય સ્તરિય સબ-જૂનિયર, જૂનિયર મહિલા તથા પુરૂષ કુશ્તી પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. આ દરમિયાન 14 માર્ચના ફાઇનલ મુકાબલામાં રિતિકા હારી ગઇ હતી.
બતાવવામાં આવી રહ્યું છે કે, મુકાબલા દરમિયાન ત્યાં મહાબીર ફોગાટ પણ હાજર હતા. મેચમાં મળેલી હાર ભાદ રિતિકા ખુબ જ દુ:ખી થઇ ગઇ હતી. 15 માર્ચની રાત્રે 11 વાગ્યે મહાબીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનના ઓરડામાં પંખા સાથે દુપટ્ટાનો ફંદો લગાવી તેણે આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલે ઝોંઝુ કલાના પોલીસ અધિકારી દિલબાગ સિંહે જણાવ્યું કે, પહેલવાન દ્વારા આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. જેનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. મામલામાં તેના પિતા મૈનપાલનું નિવેદન પર આકસ્મિક મોત અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ