નૂરી, કભી કભી, સિલ સિલા જેવી ફિલ્મોના સ્ક્રિપ્ટ-રાઈટરનું નિધન

મુંબઈ,તા.22
બોલિવૂડના જાણીતા લેખક અને દિગ્દર્શક સાગર સરહદીનું 22 માર્ચે સોમવારે સવારે મુંબઇમાં અવસાન થયું છે. સાગર સરહદીને હાર્ટની તકલીફને કારણે મુંબઇની એક હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમણે 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. સાગર સરહદીને અગાઉ ફેબ્રુઆરી 2018 માં હાર્ટ એટેક આવ્યા પછી આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સાગર સરહદીના મોતના સમાચારથી ફરી એકવાર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સ્ટાર્સ ટ્વીટ કરી રહ્યા છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ફિલ્મના નિર્માતા અશોક પંડિતે સાગર સરહદીને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું – નજાણીને દુ:ખ થાય છે કે પ્રખ્યાત લેખક-દિગ્દર્શક સાગર સરહદીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે ઘણી તેજસ્વી ફિલ્મો કભી કભી, નૂરી, ચાંદની, દિવાના અને સિલસિલા લખી હતી. તેમણે ફિલ્મ બજાર લખ્યું અને નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. અશોક પંડિત ઉપરાંત રાજ બંસલે ટ્વીટ કરીને સાગર સરહદીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રિલેટેડ ન્યૂઝ