ઉત્તરાખંડના ‘ચર્ચિત’ સીએમ કોરોનાની અડફેટે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે ટ્વિટ કરીને તીરથ સિંહ રાવતે જાણકારી આપી છે, તેમણે પોતાને આઈસો લેટ કર્યા છે. તેમણે અપીલ પણ કરી છે કે મારા સંપર્કમાં આવેલા તમામ લોકો સાવધાની રાખે અને પોતાની તપાસ પણ કરાવે, હું સ્વ્સ્થ છું અને મને કોઈ પરેશાની નથી થઈ રહી. ડોક્ટર્સની નજર હેઠળ હું આઈસોલેશન હેઠળ છું. તીરથ સિંહ રાવત થોડાક દિવસ પહેલાં હરિદ્વારમાં આયોજી ત કુંભમાં શામેલ થયા હતા. તીરથસિંહ જ્યારથી સીએમ બન્યા છે ત્યારથી વિવાદોમાં આવી ગયા છે. દરરોજ તેમના નામે એક વિવાદ બહાર આવી રહ્યો છે. ભાજપે પણ હવે તેમને ચૂપ રહેવા માટે આદેશ આપવો પડે તેવી સ્થિતિ છે. ફાટેલા જીન્સને લઇને વિવાદોમાં આવેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે રવિવારે એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. ફાટેલા જિન્સ યુવતીઓએ ન પહેરવા જોઇએ તેવી સલાહથી ભારે ટિકાનો સામનો કરી રહેલા તીરથસિંહ રાવતે હવે કહ્યું છે કે લોકોમાં સરકાર દ્વારા વહેચવામાં આવેલા ચોખાને લઇને જલન પણ થવા લાગી છે કે બે સભ્યો વાળા લોકોને 10 કિલો જ્યારે 20 સભ્યો વાળાને એક ક્વિંટલ અનાજ કેમ આપવામાં આવ્યા? બાદમાં રાવતે કહ્યું કે ભાઇ આમા દોષ કોનો છે? જેમણે બે બાળકો પેદા કર્યા તેનો કે પછી 20 પેદા કર્યા તેનો? જેણે બે બાળકો પેદા કર્યા તેને બે ક્વિંટલ અનાજ મળી રહ્યું છે એમા બળતરા કેમ થઇ રહી છે? જ્યારે સમય હતો

રિલેટેડ ન્યૂઝ