રાજધાની દિલ્હીમાં 30મી સુધી રાત્રે 10થી 5 કફર્યુ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. ૬
કોરોના વાયરસને પહોંચી વળવા માટે પાટનગર દિૃલ્હીમાં નાઇટ કર્ફ્યુ લગાવાશે. દિૃલ્હી સરકારે ૩૦ એપ્રિલ સુધી રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા દૃરમિયાન કર્ફ્યુ લગાવવાનો આદૃેશ આપ્યો છે. આ સમય દૃરમિયાન જરૂરી સેવાઓ અને ઈમરજન્સી મૂવમેન્ટને મંજૂરી આપવામાં આવશે, પરંતુ અન્ય લોકો રાત્રિ કરફ્યુ દૃરમિયાન બહાર નીકળી શકશે નહીં.
મુખ્યમંત્રી અરિંવદૃ કેજરીવાલ અને આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન ઘણીવાર કહી ચૂક્યા છે કે, લોકડાઉન કોઈ સમાધાન નથી. આવી સ્થિતિમાં નાઇટ કરફ્યુ દ્વારા કોરોનાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે. સોમવારે કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ ૫% કરતા વધી ગયો ત્યારબાદૃ સરકારે તાત્કાલિક આ પ્રકારનું પગલું ભરવું પડ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ ૫% કરતા ઓછો પોઝિટિવિટી રેટ સુરક્ષિત છે.
રાત્રિના કર્ફ્યુ દૃરમિયાન આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો સિવાયના પર બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે
સરકારે આ અંગે લિસ્ટ બહાર પાડી છે, જેમને નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે, તેઓને ઘણી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. અધિકારીઓએ આઈકાર્ડ બતાવવું પડશે, જ્યારે એક કેટેગરી પણ બનાવવામાં આવી છે જેમાં લોકોને ઇ-પાસ લેવો પડશે.
ઈન્ટરસ્ટેટ અને ઈન્ટરસ્ટેટ મૂવમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન (માલ) પર પ્રતિબંધ મૂકાશે નહીં. આ માટે કોઈ અલગ મંજૂરી અથવા ઇ-પાસની જરૂર રહેશે નર્હીં નાઈટ કરફ્યુ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે અને જે ૩૦ એપ્રિલ સુધી અમલમાં રહેશે.

રિલેટેડ ન્યૂઝ