24 કલાકમાં રેકોર્ડ 1.15 લાખ કેસ, 630ના મોત

દૃેશમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ: સતત બીજા દિૃવસ્ો કેસ લાખન્ો પાર

અમેરિકા બાદૃ દૃૈનિક ૧ લાખથી વધુ કેસ ધરાવતો ભારત બીજો દૃેશ

(જી.એન.એસ) ન્યુ દિૃલ્હી,તા.૭
કોરોના વાયરસ મહામારીએ દૃેશમાં હવે ભયાનક રૂપ લેવાનુ શરૂ કરી દૃીધુ છે. બુધવારે કોરોના વાયરસના કેસ એક વાર ફરીથી એક લાખનો આંકડો પાર કરી ગયા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવ્યુ કે છેલ્લા એક દિૃવસમાં દૃેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના ૧,૧૫,૭૩૬ નવા કેસ સામે આવ્યા છે. આ દૃરમિયાન કોરોનાના ૫૯,૮૫૬ દૃર્દૃી રિકવર થયા છે જ્યારે ૬૩૦ લોકોના જીવ ગયા છે. નવા દૃર્દૃી મળ્યા બાદૃ દૃેશમાં કોરોના વાયરસના સંક્રમણનો કુલ આંકડો વધીને ૧,૨૮,૦૧,૭૮૫ સુધી પહોંચી ગયો છે. જો કે, આમાંથી ૧,૧૭,૯૨,૧૩૫ દૃર્દૃી અત્યાર સુધી રિકવર પણ થઈ ચૂક્યા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દૃૈનિક કેસોમાં સતત થઈ રહેલા વધારાને કારણે દૃેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ વધીને ૮,૪૩,૪૭૩ થઈ ગયા છે. વળી, કોરોના વાયરસ અત્યાર સુધીમાં ૧,૬૬,૧૭૭ લોકોનો જીવ લઈ ચૂક્યુ છે. કોરોનાના નવા જોખમને જોતા આરોગ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક સંબંધિત નિયમોનુ અનિવાર્ય રીતે પાલન કરે. આ સાથે જ આરોગ્ય મંત્રાલયે બધા રાજ્યોને કોરોના વાયરસનુ ટેસ્ટિંગ વધારવાનો પણ અનુરોધ કર્યો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દૃેશમાં કોરોના વાયરસના નવા ૧,૧૫,૭૩૬ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૧,૨૮,૦૧,૭૮૫ પર પહોંચી છે.
જેમાંથી ૧,૧૭,૯૨,૧૩૫ લોકો રિકવર થયા છે. જ્યારે ૮,૪૩,૪૭૩ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ભારત હવે એક્ટિવ કેસ મામલે વિશ્ર્વમાં ચોથો સૌથી મોટો દૃેશ બની ગયો છે. એક વિશ્ર્લેષણ મુજબ કોવિડ-૧૯ની બીજી લહેર પહેલી લહેર કરતા વધુ ઘાતક સાબિત થઈ રહી છે. દૃેશમાં એક જ દિૃવસમાં ૬૩૦ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૬૬,૧૭૭ પર પહોંચ્યો છે. આ બધા વચ્ચે હાલ દૃેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કુલ ૮,૭૦,૭૭,૪૭૪ લોકોને રસી આપવામાં આવી છે. ભારતમાં કોરોના વાયરસ (ર્ઝ્રર્હિટ્ઠ ફૈિેજ) નું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહૃાું છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને મંગળવારે એ ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક યોજી ત્યાં કોરોનાના કેસમાં પૂરપાટ ઝડપે વધારો થઈ રહૃાો છે. આ દૃરમિયાન તેમણે કોવિડ-૧૯ના નવા કેસમાં અચાનક વૃદ્ધિ થવાના કારણોની પણ જાણકારી આપી.

રિલેટેડ ન્યૂઝ