લોકડાઉનના પરિણામો ભયાનક આવશે

WHOના મુખ્ય વૈજ્ઞાનિકે લૉકડાઉન પર ચેતવ્યા

(પ્રતિનિધિ દ્વારા) નવી દિૃલ્હી, તા.૭
ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. જેના પગલે અનેક રાજ્યોમાં આંશિક લૉકડાઉન કે પછી નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ દૃરમિયાન કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ તમામની વચ્ચે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથને લૉકડાઉન અંગે મોટું નિવેદૃન આપ્યું છે. તેમણે કહૃાું છે કે લૉકડાઉનના પરિણામો ખૂબ ભયંકર આવશે. સાથે જ તેમણે કોરોનાની બીજી લહેરને રોકવા માટે લોકોની ભૂમિકા પર પણ ભાર મૂક્યો છે. આ દૃરમિયાન તેમણે વેક્સીનના ડોઝ અંગે પણ ચર્ચા કરી હતી. અંગ્રેજી વર્તમાનપત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે ડૉક્ટર સ્વામીનાથને કહૃાુ કે, ત્રીજી લહેર વિશે વિચારવા અને અમુક સંખ્યામાં લોકોને રસી આપવામાં આવ્યા સુધી
આપણે બીજી લહેરનો સામનો કરવો જ પડશે. આ મહામારીની ચોક્કસથી કોઈ અન્ય લહેરો પણ હોઈ શકે છે. ડબલ્યુએચઓ તરફથી કોવીશીલ્ડના બે ડોઝ વચ્ચે ૮થી ૧૨ અઠવાડિયાનો સમયગાળો રાખવાની સલાહ આપવામાં આવી છે. આ અંગે સ્વામીનાથને કહૃાુ કે, હાલ બાળકોને વેક્સીન લગાવવાની સલાહ નથી આપવામાં આવી.

રિલેટેડ ન્યૂઝ