કોરોનાના તમામ લક્ષણ હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવે છે

કોરોના વકરતા લક્ષણોમાં થતા ફેરફારથી મૂંઝવણ

ટેસ્ટિંગ માટે મોડું કરતા તેમજ શક્ય છે કે વાયરસની બદૃલાયેલી પેટર્નને કારણે આવું થતું હોવાનું અનુમાન

(સં.સ.સ્ોવા) મુંબઈ, તા. ૭
કોરોનાની બીજી લહેર જેમજેમ મજબૂત બની રહી છે તેમ-તેમ વાયરસમાં દૃેખાઈ રહેલા ફેરફાર ડૉક્ટરોને પણ મૂંઝવણમાં મૂકી રહૃાા છે. દૃેશમાં સૌથી વધુ કેસ ધરાવતા મુંબઈમાં તો હાલ એવા દૃર્દૃીઓ પણ સામે આવી રહૃાા છે કે જેમને કોરોનાના તમામ લક્ષણો હોવા છતાંય તેમનો રિપોર્ટ નેગેટિવ આવી રહૃાો છે.
ડૉક્ટરનું માનવું છે કે, સ્વેબ સેમ્પલ યોગ્ય રીતે ના લેવાતા, લક્ષણો દૃેખાવાનું શરુ થયા બાદૃ ટેસ્ટિંગ માટે મોડું કરતા તેમજ શક્ય છે કે વાયરસની બદૃલાયેલી પેટર્નને કારણે આમ થઈ રહૃાું છે. જેજે હોસ્પિટલના ડૉ. પ્રતિત સમધાની આ અંગે જણાવે છે કે, તેમના ધ્યાનમાં પણ આવા કેસ આવ્યા છે. જેમાં કળતર, તાવ તેમજ ઉધરસ જેવા કોરોનાના તમામ લક્ષણ છતાંય દૃર્દૃીના રિપોર્ટ નેગેટિવ આવી રહૃાા છે.
બીએમસીની એક હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ઈન્ફેક્શન લાગ્યાના ત્રીજાથી સાતમા દિૃવસના વચ્ચેના ગાળામાં ટેસ્ટ થઈ જવો જરુરી છે. જો તેમાં મોડું થાય તો કોરોના થયો હોવા છતાંય રિપોર્ટ નેગેટિવ આવવાના ચાન્સ વધી જાય છે. ઘણા કેસમાં દૃર્દૃીને પોતાને જ ખબર નથી હોતી કે તેને ક્યારથી લક્ષણો દૃેખાવાના શરુ થયા હતા. કેટલીકવાર એકાદૃ દિૃવસ તાવ આવ્યા બાદૃ અઠવાડિયા સુધી જોરદૃાર શરદૃી-ઉધરસ પણ રહેતા હોય છે.
જસલોક હોસ્પિટલના ઈન્ફેક્શન ડિસીઝ સ્પેશ્યાલિસ્ટ ડૉ. ઓમ શ્રીવાસ્તવ આ અંગેનું કારણ આપતા જણાવે છે કે હાલ કોરોનાને ડિટેક્ટ કરવા માટે આરટી-પીસીઆર સૌથી યોગ્ય ટેસ્ટ મનાય છે. જોકે, તેની સેન્સિટિવિટી ૬૫-૭૦ ટકા જેટલી જ છે. ટેસ્ટમાં વાયરસ પકડાશે તેની ૧૦૦ ટકા ગેરંટી નથી હોતી. પરંતુ રિપોર્ટ નેગેટિવ આવે તેનો મતલબ એવો નથી થઈ જતો કે તે વ્યક્તિને કોરોના નથી જ થયો. ડૉક્ટર્સ તેના માટે બીજા પણ ક્લિનિકલ જજમેન્ટનો આશરો લેતા હોય છે.આવી સ્થિતિમાં માત્ર ટેસ્ટના રિપોર્ટ પર આધારિત રહેવાના બદૃલે ડૉક્ટર દૃર્દૃીની છાતીનું સિટી સ્કેન કરાવતા હોય છે, જેનાથી ચેપ લાગ્યો છે કે કેમ અને લાગ્યો છે તો કેટલા પ્રમાણમાં ફેલાઈ ચૂક્યો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. ડૉ. સમધાનીના જણાવ્યા અનુસાર, સિટી સ્કેનમાં ફેફસાની તસવીર જોતા જ દૃર્દૃીને કોરોના થયો છે કે નહીં તેની પક્કી ખબર પડી જાય છે.

રિલેટેડ ન્યૂઝ