દેશમાં 24 કલાકમાં સર્વાધિક 1.26 લાખથી વધુ કેસ

ભારતમાં કોરોનાની વધુ ખતરનાક બનતી બીજી લહેર

એક દિૃવસમાં ૬૮૫ના મોત થતા મૃત્યુઆંક ૧,૬૬,૮૬૨ ઉપર પહોંચ્યો: પોઝિટિવ કેસની સંખ્યા વધીન્ો ૧,૨૯,૨૮,૫૭૪ થઈ: કેરાલાના મુખ્યમંત્રી પી.વિજયન સંક્રમિત

(જીએનએસ) ન્યુ દિૃલ્હી, તા.૮
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧.૨૬ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ દૃેશમાં કોરોના મહામારી ફેલાવાની શરૂઆત થયા બાદૃથી અત્યાર સુધીના સૌથી વધુ એક દિૃવસમાં આવનાર કેસ છે. દૃેશમાં હાલમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા ૧,૨૯,૨૮,૫૭૪ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હાલના અમુક દિૃવસોમાં આ ત્રીજી વાર થયુ છે જ્યારે કોરોના વાયરસના એક દિૃવસમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. મંત્રાલય દ્વારા ગુરુવારે(૮ એપ્રિલ) સવારે આઠ વાગ્યા સુધીના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૬,૭૮૯ નવા કેસ મળ્યા છે અને ૬૮૫ લોકોના મોત થયા છે. કોરોના મહામારીથી દૃેશમાં અત્યાર સુધી ૧,૬૬,૮૬૨ લોકોના મોત થઈ ગયા છે.
કેરાલાના મુખ્યમંત્રી પી. વિજયન આજે કોરોના સંક્રમિત થતા ત્ોમન્ો કોઝિકોડ સરકારી હોસ્પિટલમાં દૃાખલ કરાયા છે. મુખ્યમંત્રીએ ગત ૩ માર્ચના રોજ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. દૃેશમાં હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૯,૧૦,૩૧૯ છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા ૧,૧૮,૫૧,૩૯૩ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દૃેશમાં ૫૯,૨૫૮ લોકો રિકવર થયા છે.
દૃેશમાં અત્યાર સુધી ૯,૦૧,૯૮,૬૭૩ લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. દૃેશમાં સતત ૨૯માં દિૃવસે કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે. દૃેશમાં કોરોનાનો ઈલાજ કરાવી રહેલા દૃર્દૃીઓની સરખામણીમાં જો કુલ કેસો સાથે કરવામાં આવે તો એ ૬.૫૯ ટકા છે.દૃેશમાં કોરોનાનો ઈલાજ કરાવી રહેલા સક્રિય દૃર્દૃીઓની સંખ્યા ૧૨ ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછી હતી. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ દૃેશમાં આ સંખ્યા ૧,૩૫,૯૨૬ હતી કે જે સંક્રમણના કુલ કેસોના ૧.૨૫ ટકા હતી. કોરોનાની બીજી લહેરમાં લોકોનો રિકવરી રેટ પણ ઘટીને ૯૨.૧૧ ટકા થઈ ગયો છે. દૃેશમાં ડેથ રેટ પણ ૧.૩૦ ટકા થઈ ગયો છે. દૃેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. ત્યારબાદૃ તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, દિૃલ્લી, પશ્ર્ચિમ બંગાળ, ઉત્તર પ્રદૃેશ, આંધ્ર પ્રદૃેશમાં કેસોની સંખ્યા વધી રહી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી જે લોકોના કોવિડથી મોત થયા છે તેમાંથી ૭૦ ટકાથી વધુને કોઈ અન્ય બિમારીઓ હતી.

રિલેટેડ ન્યૂઝ