મીની લોકડાઉન છતાં લોન મોરેટોરિયમ નહીં: રિઝર્વ બેન્ક

મીની લોકડાઉન છતાં લોન મોરેટોરિયમ નહીં: રિઝર્વ બેન્ક
(જી.એન.એસ) ન્યુ દિૃલ્હી, તા.૮
દૃેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ને પગલે અનેક રાજ્યોમાં રાત્રિના કર્યું તેમજ મીની લોકડાઉન જેવા પગલાં લેવામાં આવ્યા છે અને અન્ય રાજ્યો પણ હવે આવા પગલાંની જાહેરાત કરી રહૃાા છે ત્યારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દૃાસ એ હવે ફરીવાર લોન મોરેટોરિયમ ની શક્યતા નકારી કાઢી છે.
તેમણે કહૃાું છે કે કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ને અટકાવવા માટે અનેક રાજ્યોમાં ભલે મીની લોકડાઉન જેવી હાલત છે તેમ છતાં પરિસ્થિતિ પહેલા જેવી ભયંકર નથી માટે આવા કોઈ પગલાની હવે જરૂરિયાત રહેતી નથી.
એમણે કહૃાું છે કે દૃેશમાં તમામ નાના મોટા બિઝનેસમેનો એ અને વેપારીઓએ પરિસ્થિતિ નો મુકાબલો કરવા માટે શ્રેષ્ઠ પ્રકારની તૈયારી કરી છે અને લોન મોરેટોરિયમ ની એમને કોઈ જરૂરિયાત દૃેખાતી નથી અમારા અભ્યાસ મુજબ પણ
હાલના સમયમાં પહેલા જેવી ભયંકર પરિસ્થિતિ દૃેખાતી નથી.
દૃેશમાં જ્યારે કોરોનાવાયરસ મહામારી ને રોકવા માટે લાંબુ લોકડાઉન વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદૃ ઉદૃભવેલી ભારે વિષમ પરિસ્થિતિનો પ્રતિકાર કરવા માટે રિઝર્વ બેક્ધ ઓફ ઇન્ડિયા દ્વારા અરજદૃારોને લોન ના હપ્તા ભરવા માટે લાંબી મહોલત અપ્નાવવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ