લોકડાઉનના ડરથી દિૃલ્હી-પ્ાૂણેથી પ્રવાસી શ્રમિકોની વતન ભણી હિજરત

કોરોનાના વધતા વ્યાપની વચ્ચે ગત વર્ષ જેવો ફફડાટ

દિૃલ્હીના આનંદૃ વિહાર ટર્મિનલ પર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે પરત ફરતા જોવા મળી રહૃાા છે: પુણેના રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી

(સં.સ.સ્ોવા) નવી દિૃલ્હી, તા. ૮
ભારત ફરી એક વખત ગયા વર્ષની માફક કોરોના વાયરસ સંકટના એ જ સમયમાં ફરી પ્રવેશતું જણાઈ રહૃાું છે. એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહૃાો છે અને શહેરોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવો ડર વ્યાપી રહૃાો છે. ત્યારે આ બધા વચ્ચે પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જઈ રહૃાા હોવાના સમાચાર પણ સામે આવી રહૃાા છે. સતત વધી રહેલા પ્રતિબંધો વચ્ચે લોકડાઉનના ભણકારા વાગી રહૃાા છે. દિૃલ્હી, પુણે સહિત અન્ય વિસ્તારના પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જવા લાગ્યા છે.
દિૃલ્હીના આનંદૃ વિહાર ટર્મિનલ પર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે પરત ફરતા જોવા મળી રહૃાા છે. બિહારના કેટલાક મજૂરોએ જણાવ્યું કે, પાછલી વખતે લોકડાઉનમાં તેઓ દિૃલ્હીમાં ફસાઈ ગયા હતા પરંતુ આ વખતે તેમ ન બને તે માટે તેઓ પહેલેથી જ પોતાના ઘરે જઈ રહૃાા છે. કોરોના સંકટના કારણે દિૃલ્હીમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દૃેવામાં આવ્યું છે. તે સિવાય પણ અન્ય કેટલાય પ્રતિબંધો મુકવામાં આવેલા છે. તેમ છતા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહૃાો છે જેથી પ્રવાસી મજૂરોને લોકડાઉનનો ભય સતાવી રહૃાો છે.
દિૃલ્હીથી દૃૂર મહારાષ્ટ્રના પુણેમાં પણ આવી જ સ્થિતિ છે. પુણેના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ગામ, શહેર તરફ જઈ રહૃાા છે.
રેલવેના કહેવા પ્રમાણે ભારે ભીડ હોવા છતા તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે કામ કરી રહૃાા છે અને નિયમોનું પાલન થઈ રહૃાું છે. દિૃલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદૃેશ, યુપી જેવા અનેક રાજ્યોએ શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દૃીધો છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદૃેશમાં તો વીકેન્ડ લોકડાઉન પણ ચાલી રહૃાું છે. છત્તીસગઢના રાયપુરમાં તો સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દૃેવામાં આવી હતી જેથી લોકોને ફરી લોકડાઉનનો ભય લાગી રહૃાો છે. ગત વર્ષે અચાનક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે લાખો મજૂરો શહેરોમાં ફસાઈ ગયા હતા. ત્યાર બાદૃ રસ્તાઓ પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ પોતાના ગામ પરત ફરતી જોવા મળી હતી.

રિલેટેડ ન્યૂઝ