ન્યૂઝીલેન્ડે ભારતીયોના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લાદ્યો

ભારતમાં વધતા કેસ અન્ય દૃેશો માટે િંચતાનો વિષય

આ પ્રતિબંધ ૧૧ એપ્રિલથી અમલી, ૨૮મી એપ્રિલ સુધી અમલમાં રહેવાની ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીની જાહેરાત

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
ઑકલેન્ડ, તા. ૮
ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસ અન્ય દૃેશો માટે પણ િંચતાનો વિષય બન્યા છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યુઝીલેન્ડે ભારતીયોના પ્રવેશ પર અસ્થાઈ રુપે પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ ૧૧મી એપ્રિલથી લાગુ પડશે અને ૨૮મી એપ્રિલ સુધી અમલમાં મુકાશે. ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેિંસડા અડર્ને ગુરુવારે જાહેરાત કરી હતી.
ન્યુઝીલેન્ડના નાગરિક હોય તેમના માટે પણ ભારતથી પરત આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડાપ્રધાન જેિંસડાએ જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની પરિસ્થિતિને અસરકારકરીતે સંભાળવા માટે ન્યુઝીલેન્ડના વિશ્ર્વભરમાં વખાણ થયા હતા. ન્યુઝીલેન્ડનો સમાવેશ એવા દૃેશોમાં થયો હતો જ્યાં એક સમયે કોરોનાનો એક પણ કેસ સક્રિય નહોતો. પાછલા ૪૦ દિૃવસમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનનો એક પણ કેસ નોંધાયો નથી.
જો ભારતની વાત કરીએ તો ભારત અત્યારે કોવિડ-૧૯ની બીજી લહેરનો સામનો કરી રહૃાું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિૃલ્હી વગેરે રાજ્યોમાં કોરોનાના કેસ િંચતાજનક રીતે વધી રહૃાા છે. દૃેશના અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ