ઊહાપોહ થતાં ખાતરનો ભાવ વધારો ટળ્યો

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી તા,9
કેન્દ્રિય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ‘ખાતરના ભાવ વધારામાં અને તેની ઉપલબ્ધતા અંગે દેશમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મિટિંગ બોલાવાઈ હતી. ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકારે ખાતર ઉત્પાદક કંપનીઓને ખાતરના ભાવમાં
કોઈ વધારો નહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

દૃેશમાં અનેક મુદ્દાઓને લઈ ખેડૂતોનું આંદૃોલન ચાલુ છે.
તેવામાં સહકારી સમિતિ ઈફકો (IFFCO) દ્વારા ખાતર (નોન યુરિયા ફર્ટિલાઈઝર)ના ભાવ વધારાને લઈ સોશિયલ મીડિયામાં ભારે બબાલ થઈ રહી છે. જો કે, ત્યાર બાદૃ ઈફકોએ તે જૂના ભાવથી જ ખાતર વેચશે અને વધારવામાં આવેલો ભાવ ફક્ત બોરીઓ પર પ્રિન્ટ કરવા માટેનો છે તેવી સ્પષ્ટતા કરવી પડી હતી.
ડાઈ એમોનિયા ફોસ્ફોટ (ડીએપી) તથા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ (એનપીકે) આધારીત ખાતરના ભાવ વધારા મામલે ઈફકોએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં જે રેટ વાયરલ થઈ રહૃાા છે તે ખેડૂતો માટે લાગુ નહીં થાય. ઈફકો પાસે ૧૧.૨૬ લાખ ટન કોમ્પ્લેક્સ ફર્ટિલાઈઝર (ડીએપી, એનપીકે) છે જે ખેડૂતોને જૂના ભાવથી જ મળશે. વાયરલ સમાચારમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, ઈફકોએ ડીએપીની િંકમતમાં ૭૦૦ રૂપિયા પ્રતિ બોરી (૫૦ કિગ્રા)નો વધારો કર્યો છે. તે ઉપરાંત એનપીકેની િંકમતોમાં પણ ભારે વધારો કરવામાં આવ્યો છે. જો કે, ઈફકોના કહેવા પ્રમાણે ખેડૂતોને ડીએપી સહિતના ખાતર નવો આદૃેશ ન મળે ત્યાં સુધી જૂના ભાવથી જ મળશે.

રિલેટેડ ન્યૂઝ