CBSE ધો.10ની પરીક્ષા રદ્દ, 12ની મોકૂફ

કોરોનાનાં વધતાં સંકટ વચ્ચે 30 લાખ જેટલા પરીક્ષાર્થી માટે રાહતભર્યો નિર્ણય

આ નિર્ણયથી મળી મોટી રાહત
પરીક્ષાઓ સ્થગિત કરવા માટે સીબીએસઈ બોર્ડ અને કેન્દ્ર પર રાજ્ય સરકારોનો ખુબ દબાવ હતો. વાલીઓ પણ આવા સમયમાં પરીક્ષાના આયોજનને લઈને સવાલ ઉઠાવી રહ્યાં હતા.
આ નિર્ણય બાદ લાખો લોકોને રાહત મળી છે. હવે ધોરણ 12ની પરીક્ષાનું આયોજન સ્થિતિ સામાન્ય થયા બાદ થશે. આ માટે નવી તારીખો આગળ જાહેર કરવામાં આવશે.

આ રીતે બનશે
ધોરણ 10નું પરિણામ
સીબીએસઈએ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ્દ કર્યા બાદ વિદ્યાર્થીઓનું પરિણામ બનાવવા માટે નવો ક્રાઇટેરિયા બનાવ્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને ઇન્ટરનલ એસેસમેન્ટના આધારે આગળના ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી આ ઈન્ટરનલ એસેસમેન્ટથી સંતુષ્ટ નથી તો તેને પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. પરંતુ આ પરીક્ષા જ્યારે દેશમાં સ્થિતિ સામાન્ય થશે ત્યારે લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ માહિતી આપી છે.

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.14
સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. આ હેઠળ ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે બેઠક પૂરી થયા બાદ ટ્વીટ કરી આ નિર્ણયની જાણકારી આપી છે. સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા જૂનમાં લેવાશે. તેની તારીખ 1 જૂને જાહેર કરવામાં આવશે. ત્યારે દેશની સ્થિતિને જોતા નિર્ણય કરવામાં આવશે. તો ધોરણ 10ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ