‘કોરોના’ કરાવે એટલું ઓછું, હોસ્પિ.માંથી વકિસનની ચોરી!

જયપુરની કાવંટિયા હોસ્પિટલમાંથી 320 ડોઝ વકિસનનો જથ્થો કોઈ બઠ્ઠાવી ગયું

(પ્રતિનિર્ધિ દ્વારા)
રાજસ્થાન, તા.14
રાજસ્થાનમાં કોરોના વેક્સિનની કારમી અછત વચ્ચે વેક્સિનની ચોરી થયાની ઘટના સામે આવી છે. જયપુરના શાસ્ત્રીનગરમાં આવેલી કાવંટિયા હોસ્પિટલમાંથી આશરે 320 ડોઝની 32 જેટલી વોયલ ચોરી થઈ ગઈ છે. એક વોયલમાં દસ ડોઝ આવે છે. આ ઘટનામાં કાંવટિયા હોસ્પિટલના મેલ નર્સે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
વેક્સિન 12 એપ્રિલના રોજ ગુમ થઈ હતી, આ અંગે આજે સવારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કેCCTV ઓફિસમાંથી મળેલી ભારત બાયોટેક કંપનીની વેક્સિન કોવેક્સિનની 32 વોયલ ગુમ થઈ ગઈ હતી. આ ઘટનામાં હોસ્પિટલની કોઈ ભૂલ થઈ છે કે ઈખઇંઘ ઓફિસની તે અંગે કોઈ ખુલાસો થઈ શક્યો નથી. આ કેસમાં પોલીસનું કહેવું છે કે હોસ્પિટલ તરફથી કેસ દાખલ કરવામાં આવ્યા બાદ હવે પોલીસ આજુબાજુનાCCTV ફુટેજની તપાસ કરશે. હોસ્પિટલના કોઈ કર્મચારી આ ઘટનામાં સંડોવાયેલ હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ વેક્સિનેશન સેન્ટરના નોડલ અધિકારીએ જણાવ્યું છે કે સેન્ટર પર આવતી તમામ વેક્સિનનો સંપૂર્ણપણે રેકોર્ડ રાખવામાં આવે છે. આ સંજોગોમાં એવી આશંકા છે કે આ વેક્સિન સ્ટોરમાંથી જ ગુમ થઈ છે. જેથી કોલ્ડ સ્ટોરેજની તપાસ કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે વેક્સિનને લઈ સમગ્ર રાજસ્થાનમાં ભારે અછત પ્રવર્તિ રહી છે. રાજસ્થાનમાં આજે સવાર સુધીમાં આશરે 4 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ હતા. જોકે આજે મોડી સાંજ સુધીમાં વધુ 2 લાખ ડોઝ આવે તેવી શક્યતા છે.

રિલેટેડ ન્યૂઝ