આઈપીએલ 2021ની છઠ્ઠી મેચમાં બેંગ્લોરે હૈદરાબાદને 6 રને હરાવ્યું

42 બોલમાં 54 રનની જરૂર હતી, 9 વિકેટ હાથમાં હતી તેમ છતાં 6 રને સનરાઈઝર્સ ટીમ હારી, શાહબાઝે 17મી ઓવરમાં ત્રણ વિકેટ લઈને મેચનું રૂપ બદલ્યું

(પ્રતિનિર્ધિ દ્વારા) ચેન્નઈ તા.14
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલ 2021ની છઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચેન્નઈ ખાતે 6 રને મેચ ગુમાવી હતી. 150 રનનો પીછો કરતા એસઆરએચ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન જ કરી શકી હતી. તેમના માટે કેપ્ટન ડેવિડ વોર્નરે સર્વાધિક 54 રન બનાવ્યા હતા. એસઆરએચની મેચ પર સારી પકડ હતી, એક સમયે તેમના 13 ઓવરમાં 96 રન થયા હતા અને 1 વિકેટ જ ગુમાવી હતી. તેમને 42 બોલમાં 54 રનની જરૂર હતી. જોકે, આરસીબી માટે 17મી ઓવરમાં શાહબાઝ નદીમે માત્ર 1 રન આપીને 3 વિકેટ ઝડપતા મેચનું રૂપ બદલી નાખ્યું હતું.
શાહબાઝ 17મી ઓવરના પ્રથમ બે બોલમાં બે વિકેટ લીધી હતી. જોની બેરસ્ટો તેની બોલિંગમાં વિકેટકીપર એબી ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે તે પછીના બોલે મનીષ પાંડે હર્ષલ પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો. બેરસ્ટોએ 12 અને પાંડેએ 38 રન બનાવ્યા હતા. જ્યારે 17મી ઓવરના છેલ્લા બોલે અબ્દુલ સમદ શૂન્ય અહેમદ દ્વારા કોટ એન્ડ બોલ્ડ થયો હતો.
ડેવિડ વોર્નરે પોતાના આઈપીએલ કરિયરની 49મી ફિફટી ફટકારતાં 37 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 54 રન કર્યા હતા. તે કાઈલ જેમિસનની બોલિંગમાં લોન્ગ-ઓન પર ડેનિયલ ક્રિશ્ચિયનના હાથે કેચ આઉટ
થયો હતો.
11 રન બનાવતા જ વોર્નરે ચેન્નઈ સુપરકિંગ્સના મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. તે બેંગલોર વિરુદ્ધ સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો છે. ધોનીએ 833 રન બનાવ્યા હતા. વોર્નર તેનાથી આગળ નીકળી ગયો છે. સુરેસિ રૈના 755 રન સાથે ત્રીજા, રોહિત શર્મા 716 રન સાથે ચોથા અને ગૌતમ ગંભીર 713 રન સાથે આ લિસ્ટમાં પાંચમા સ્થાને છે.
રિદ્ધિમાન સાહાએ બહુ ધીમી બેટિંગ કરતાં 9 બોલમાં માત્ર 1 રન કર્યો હતો. તે મોહમ્મદ સિરાજની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ થયો હતો. મોહમ્મદ સિરાજે પહેલી ઓવર મેડન નાખી હતી, જે આ સીઝનની પ્રથમ મેડન ઓવર છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2021ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈ ખાતે 20 ઓવરમાં 8 વિકેટે 149 રન કર્યા હતા. ગ્લેન મેક્સવેલે લીગમાં પોતાની સાતમી ફિફટી ફટકારતાં 59 રન કર્યા. વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહીં. હૈદરાબાદ માટે જેસન હોલ્ડરે 3 અને રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી.

એબી ડિવિલિયર્સ 1 રને રાશિદ ખાનની બોલિંગમાં શોર્ટ એક્સ્ટ્રા કવર પર ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 5 બોલમાં ખાલી 1 રન કર્યો હતો. તે પછી વી. સુંદર 8 રને રાશિદ ખાનની બોલિંગમાં લોન્ગ-ઓફ પર મનીષ પાંડે દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે ડેનિયલ ક્રિશ્ચિયન 1 રને ટી. નટરાજનની બોલિંગમાં રિદ્ધિમાન સાહા દ્વારા કેચ આઉટ થયો હતો.

કોહલી શરૂઆતને મોટા સ્કોરમાં ક્ધવર્ટ કરી શક્યો નહીં
વિરાટ કોહલી સારી શરૂઆતને મોટા સ્કોરમાં ક્ધવર્ટ કરી શક્યો નહોતો. તેણે 29 બોલમાં 4 ફોરની મદદથી 33 રન કર્યા હતા. તે જેસન હોલ્ડરની બોલિંગમાં વિજય શંકર દ્વારા કેચ આઉટ થયો હતો.

પડિક્કલ સસ્તામાં આઉટ થયો
ઓપનર દેવદત્ત પડિક્કલ લીગમાં પોતાની પ્રથમ મેચમાં ખાસ દેખાવ કરવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. તે ભુવનેશ્વર કુમારની બોલિંગમાં મીડ-વિકેટ પર શાહબાઝ નદીમના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 11 રન બનાવ્યા હતા. તે પછી શાહબાઝ અહેમદ 14 રને આઉટ થયો હતો. તે નદીમની બોલિંગમાં રાશિદ ખાન દ્વારા કેચ આઉટ થયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે 2021ની છઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચેન્નઈ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલોરની ટીમમાં દેવદત્ત પડિક્કલની વાપસી થઈ છે. તેને તાજેતરમાં કોરોના થયો હતો, જોકે હવે તે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે. તેણે પ્લેઈંગ-11માં રજત પાટીદારને રિપ્લેસ કર્યો છે.

બીજી તરફ, હૈદરાબાદે પોતાની પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા છે. મોહમ્મદ નાબી અને સંદીપ શર્માની જગ્યાએ શાહબાઝ નદીમ અને જેસન હોલ્ડર રમી રહ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઈંગ-11: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ડેનિયલ ક્રિશ્ચિયન, કાઈલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યૂઝવેન્દ્ર ચહલ

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ-11: ડેવિડ વોર્નર (કેપ્ટન), રિદ્ધીમાન સાહા (વિકેટકીપર), મનીષ પાંડે, જોની બેરસ્ટો, વિજય શંકર, જેસન હોલ્ડર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ, ટી. નટરાજન

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદે પોતાની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 10 રને ગુમાવી હતી, જ્યારે બેંગલોરે પોતાની પહેલી મેચમાં મુંબઈને 2 વિકેટે માત આપી હતી.

ચેન્નઈ ખાતે રનચેઝ કરવા અઘરા
આજે ચેન્નઈ ખાતે આ સીઝનની ચોથી મેચ રમાશે. અહીં રમાયેલી પ્રથમ મેચમાં બેંગલોરે મુંબઈ સામે 8 વિકેટ ગુમાવી 159 રન ચેઝ કર્યા. જ્યારે બીજી મેચમાં હૈદરાબાદની ટીમ નાઈટ રાઈડર્સ સામે 187 રન ચેઝ કરી શકી નહોતી. તો ત્રીજી મેચમાં મુંબઈ કોલકાતા સામે છેલ્લી 5 ઓવરમાં 31 રન ડિફેન્ડ કરવામાં સફળ રહ્યું. તેથી અહીં રનચેઝ કરવાની જગ્યાએ રન ડિફેન્ડ કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ શકે છે.

ઓવરઓલ હૈદરાબાદનો રેકોર્ડ વધુ સારો
બંને ટીમો વચ્ચે રમાયેલી 18 મેચમાંથી હૈદરાબાદ 10 અને બેંગલોરે 7 મેચમાં જીત મેળવી છે. એક મેચ પરીણામ વગરની રહી. ગત સિઝનમાં એલિમિનેટરમાં બેંગલોરને હૈદરાબાદ સામે જ હાર મળી હતી. 2016માં હૈદરાબાદે બેંગલોરને જ હરાવીને ટાઇટલ જીત્યું હતું.

રિલેટેડ ન્યૂઝ