ધો.1થી 9 અને 11ને માસ પ્રમોશન અપાશે

કોરોના સંકટને ધ્યાને લઇ રાજય સરકારે કર્યો નિર્ણય
ધો.10-12 બોર્ડની પરીક્ષા હાલ મુલતવી: 15મી મેએ સમીક્ષા થશે

NEETની પરીક્ષા પણ મોકૂફ
18 લાખ છાત્રોને રાહત
(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી, તા.15
આખરે NEETની પરીક્ષા મોકૂફ રખાઈ છે કોરોનાના વધતા સંક્રમણને પગલે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને ગઊઊઝની પરીક્ષા મોકૂફ રાખી છે કેન્દ્રીય મંત્રીએ આ અંગેની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 18મી એપ્રિલે આ પરીક્ષા યોજાવાની હતી અને 18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા જોકે NEETની પરીક્ષા મોકૂફ રાખવા જબાતી માંગ ઉઠી હતી સોશિયલ મીડિયામાં એક્ઝામ રદ્દ કરવા માટે માગ ઉઠી હતી..

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા,15
સીબીએસઈ ધો.10ની પરીક્ષા રદ્દ અને 12ની પરીક્ષા મોકૂફ રાખવાના કેન્દ્ર સરકારના ગઈકાલના નિર્ણય પછી અપેક્ષાકૃત રાજ્ય સરકારે પણ આવો જ નિર્ણય આજે લીધા છે.
આજે રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ગુજરાત શિક્ષણ વિભાગે ધો.1થી 9 અને 11ના છાત્રોને માસ પ્રમોશન આપવાની અને ધો.12ના છાત્રોની પરીક્ષા હાલતૂર્ત મોકુફ રખાયેલી પરીક્ષા ફરી કયારે યોજવી તેની 15મી મેએ સમીક્ષા કર્યા બાદ તારીખો જાહેર કરાશે. રાજ્ય સરકારે એમ પણ જાહેર કર્યું હતું કે ધો.12ની પરીક્ષા લેવાના 15 દિવસ અગાઉથી છાત્રોને જાણ કરાશે.
કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ રાજ્ય સરકારે આગામી આદેશ સુધી વર્ગખંડમાં (ઓફલાઈન કે રૂબરૂ) શિક્ષણકાર્ય તદ્દન બંધ રાખવા પણ આદેશ કર્યો છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુન:સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ