દિલ્હીમાં વિકેન્ડ લોકડાઉન

શુક્રવાર રાતના 10થી સોમવાર સવારનાં
6 સુધી લોકડાઉન લાગુ રહેશે

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી તા,15
કોરોનાના વધતા સંકટ વચ્ચે દિલ્હીમાં વીકેન્ડ લોકડાઉનનું એલાન કરી કરી દીધું છે. આ લોકડાઉન શુક્રવારે રાતે 10 વાગ્યાથી શરૂ થશે અને સામવારે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં આ નવી પાબંદીઓનું એલાન કર્યુ. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે દિલ્હીમાં ગઇ કાલે જ 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતાં જે અત્યાર સુધીનો એક રેકોર્ડ છે.
જણાવી દઇે કે દિલ્હીમાં થોડા સમય પહેલા જ નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે, સાથે જ જ્યાં કેસ વધુ છે જ્યાં કંટેનમેંટ ઝોન પર ફોકસ કરવામાં આવી રહ્યો છે. આ પાબંદીઓ છતાં પણ કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યાં.
દિલ્હીમાં કોરોના વાયરસના નવા આંકડા ડરાવનારા છે. દિલ્હીમાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના નવા 17,282 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાના કારણે 104 લોકોના મોત થયા છે. રાજધાની દિલ્હીમાં કોરોના
(અનુસંધાન પાના નં.8)
વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની અંદર રાજધાનીમાં 45 હજાર કરતા પણ વધારે કોરોના કેસ સામે આવ્યા છે.
કોરોનાએ રાજધાની દિલ્હીને કઇ રીતે સકંજામાં લીધી છે તેનો અંદાજો એ વાત પરથી મળવી શકાય કે મંગળવારે દિલ્હીમાં મુંબઇ કરતા પણ વધારે કોરોનાના કેસે સામે આવ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં કુલ 7,67,438 કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી7,05,162 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 11,450 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

રિલેટેડ ન્યૂઝ