ચોમાસુ ભરપૂર રહેશે

(

હવામાન
વિભાગે ખાનગી એજન્સીની આગાહીને આપ્યું સમર્થન

પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી,તા.16
આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. આ અનુમાન ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (ઈંખઉ)એ આપ્યું છે. તે પ્રમાણે આ ચોમાસાની સિઝનમાં લોંગ ટર્મ એવરેજના 98 ટકા વરસાદ થવાની શક્યતા છે.
છેલ્લા બે વર્ષમાં ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગે તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા
મળશે નહીં.
તેમણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપ્યો છે. હવામાન વિભાગે મેમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કર્યો છે.
હવામાન વિભાગે પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો છે. સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. પરંતુ તેમણે આ વર્ષે લોંગ ટર્મ એવરેજ 103 ટકા સુધી વરસાદ થવાનો અંદાજ રજૂ કર્યો છે.
ઈંખઉએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતાં વધારે રહ્યો હતો. તેની સરખામણીએ આ વખતે વરસાદ સામાન્ય રહેવાની
શક્યતા છે.
હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે તે પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96થી 98 ટકા વચ્ચે વરસાદ રહી શકે છે. જે વર્ષે 96થી 104 ટકા સુધી વરસાદ થાય છે, તે વર્ષે ચોમાસુ સામાન્ય માનવામાં આવે છે.
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી માધવન રાજીવને કહ્યું કે, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. તેઓ તેમના લોંગ ટર્મ એવરેજના 98 ટકા બરાબર
રહી શકે છે અથવા 5 ટકા ઉપર નીચે રહેવાની
શક્યતા છે.
1961થી 2010 વચ્ચે 88 સેન્ટીમીટર રહ્યું લોંગ ટર્મ એવરેજ
પરિભાષા પ્રમાણે ચોમાસાની સિઝનનું લોંગટર્મ એવરેજ 1961થી 2010 વચ્ચે 88 સેન્ટીમેન્ટર રહ્યું હતું. રાજીવને જણાવ્યું કે, હવામાન વિભાગ માસિક અંદાજે જાહેર કરવા માટે હવે સાંખ્યિકી આંકડાઓની જગ્યાએ ડાયનેમિક મલ્ટી મોડલ એન્સેંબલ (ખખઊ) ફ્રેમવર્ક યુઝ કરે છે.
રાજીવને જણાવ્યું કે, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનાનો માસિક અંદાજ આ જ સિસ્ટમનો ઉપયોગ કરીને મેના અંતિમ સપ્તાહમાં તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ઈંખઉ મોનસૂન કોર ઝોન (ખઈણ) માટે અલગથી અંદાજ આપવા માટે એક મોડલ બનાવી રહ્યા છે. ખઈણ માટે આપવામાં આવેલો અંદાજ કૃષિ પ્રધાન રાજ્યોમાં લોકો માટે ખેતી-વાડીની યોજના બનાવવા માટે મદદગાર છે.

રિલેટેડ ન્યૂઝ