મુંબઈએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

ડિકોકની મેચ વિનિંગ 70 રનની ઈનિંગ; આ સીઝનમાં મુંબઈની રન ચેઝમાં પ્રથમ જીત

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી, તા.29
આઈપીએલ 2021ની 24મી મેચ મુંબઈ અને દિલ્હી વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં મુંબઈએ રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાન વિરૂદ્ધની છેલ્લી 7 મેચમાં મુંબઈ હજુ સુધી 2 મેચ જીતી શક્યું છે. મુંબઈ આ સીઝનમાં પ્રથમવાર ટાર્ગેટ ચેઝ કરીને જીત્યું છે. એમઆઈની ટીમે અત્યારસુધી
સતત 7 મેચમાં સફળ ટાર્ગેટ
ચેઝ કર્યો છે. મુંબઈએ છેલ્લે 2020માં આરસીબીને ટાર્ગેટ ચેઝમાં હરાવ્યું હતું.
મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને 4 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. મુંબઈને મેચ જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત થયો છે. જેના જવાબમાં મુંબઈએ 3 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસે એમઆઈની પ્રથમ વિકેટ ઝડપી હતી. કેપ્ટન રોહિત શર્મા 17 બોલમાં 14 રન બનાવીને આઉટ કર્યો હતો. તેઓએ ડિકોક સાથે 49 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. ત્યારપછી સૂર્યકુમાર યાદવ 10 બોલમાં 16 રન બનાવીને ક્રિસ મોરિસનો શિકાર થયો હતો.
રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસને 27 બોલમાં 42 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 25 મેચ રમાઈ છે, જેમાંથી તેઓએ 12 – 12 મેચ જીતી છે. જોકે આ મેચમાં મુંબઈ સતત 2 મેચમાં હારનો સામનો કરીને આવી છે. તેવામાં રાજસ્થાને છેલ્લી 6 મેચમાંથી 5માં મુંબઈને પરાસ્ત કરી છે.

રિલેટેડ ન્યૂઝ