દૃેશમાં ૧૫ દિૃવસનું સંપૂર્ણ લોકડાઉન જરૂરી

સુપ્રીમ કોર્ટનાકેન્દ્રનો સૂચન બાદૃ ટાસ્કફોર્સની સલાહ

રહેણાંકના પુરાવા વગર પણ દર્દીનો દૃાખલ કરવાની પ્રક્રિયા તેમજ જરૂરી દૃવાઓ આપવા અંગો સુપ્રીમનો હુકમ

નવીદિલ્હી તા,3
બીજી લહેરમાં ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે. આ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)નો સમાવેશ થાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર આજે નિર્ણય લઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને સભ્યો એક અઠવાડિયાથી આ માંગણીઓ કરી રહ્યા છે. આઈસીએમઆરએ અપીલ કરી છે કે કોરોનાની બીજી લહેરની પીક આવવાની બાકી છે. સંસ્થા કહે છે કે આવી પરિસ્થિતિમાં સંક્રમણની ચેનને તોડવા માટે બે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન આવશ્યક છે.
આઈસીએમઆર અને એઈમ્સના અભિપ્રાય અંગે કેન્દ્રએ કોઈ નિર્ણય લીધો નથી. સૂત્રોએ જણાવ્યું છે કે 3 મે પછી કેન્દ્ર તેના પર નિર્ણય લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સંપૂર્ણ લોકડાઉન નહીં થાય તો આંશિક લોકડાઉનની સરકાર જાહેરાત કરી શકે છે.
અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સિસના ડિરેક્ટર અને વાઇરોલોજિસ્ટ ડો.શાહિદ જમીલે જણાવ્યું હતું કે મે મહીનાના બીજા અઠવાડિયામાં કોરોનાની બીજી લહેરની પીક આવી શકે છે. હમણાં આપણે કહી શકતા નથી કે કેટલા કેસ સામે આવશે. આ આંકડો દરરોજ 5-6 લાખ કેસનો પણ હોઈ શકે છે. ખરેખર, આ આંકડો કોવિડ બાબતે રાખવામા આવતી સાવધાની અને તેના વ્યવહાર પર આધાર રાખે છે.
ડો.જમીલ માને છે કે જો લોકો કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરશે, તો કદાચ મે મહીનાના અંતમાં આપણે બીજી લહેરથી બહાર આવી શકીએ છીએ, પરંતુ જો લોકો આ રીતે જ નિયમોનું ઉલ્લંઘન કરતા રહ્યા તો આ લહેર વધુ લાંબી પણ ચાલી શકે છે.
દૃેશભરમાં હાલના દિૃવસોમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે હાહાકાર મચી ગયો છે. દૃરરોજ લગભગ ૪ લાખ નવા કેસ સામે આવી રહૃાા છે. જેથી દૃેશની હાલની સ્થિતિનો સામનો કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અનેક મહત્ત્વના સૂચનો કર્યા છે. સુપ્રીમ કોર્ટે વાયરસના સંક્રમણ પર લગામ કસવા માટે લૉકડાઉનની સલાહ આપી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વેક્સીનની ખરીદૃવાની પોલિસીને ફરીથી રિવાઇઝ કરવા માટે કહૃાું છે. કોર્ટે કહૃાું કે જો આવું નહીં કરવામાં આવે તો સાર્વજનિક સ્વાસ્થ્યના અધિકારમાં અડચણ ઉત્પન્ન થશે જે બંધારણના આર્ટિકલ ૨૧નું એક અભિન્ન અંગ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દૃેશ કર્યો કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી ચાર દિૃવસમાં રોજેરોજનો ઈમર્જન્સી સ્ટોક તૈયાર કરવો. આ સાથે સુપ્રીમ કોર્ટે આદૃેશ કર્યો કે, કોરોના દૃર્દૃીઓ પાસે રહેણાકનો પુરાવો ના હોય, તો પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદૃેશમાં સરકારો તેમને ભરતી કરવાની કે જરૂરી દૃવા આપવાની ના નહીં પાડે. આ મુદ્દે કેન્દ્ર આગામી બે સપ્તાહમાં હોસ્પિટલમાં દૃર્દૃીને ભરતી કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે, જેનો તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદૃેશોએ અમલ કરવાનો રહેશે. દૃેશમાં વધતા સંક્રમણનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વર્તમાન લહેર કાબુમાં રાખવાની યોજના બનાવવાનું પણ સૂચન કર્યું. સુપ્રીમ કોર્ટે કહૃાું કે, લૉકડાઉનની સામાજિક-આર્થિક અસરોની નબળા વર્ગ પર શું અસર થશે, તેનાથી અમે વાકેફ છીએ. આમ છતાં, લૉકડાઉન કરવું પડે, તો આ વર્ગની તમામ જરૂરિયાતો પૂરી કરવા યુદ્ધ સ્તરે તૈયારી કરો.

રિલેટેડ ન્યૂઝ