કર્ણાટકમાં ઓક્સિજનના અભાવે ૨૪ દૃર્દૃીઓનાં મોત

કોરોનામાં ઓક્સિજનની અછતનો બેવડો માર

ચામરાજનગરમાં ઓક્સિજનની અછત, દૃુર્ઘટના બાદૃ મૈસુરથી ચામરાજનગર માટે ૨૫૦ સિલિન્ડર મોકલાયા

(સં.સ.સ્ોવા)
નવી દિૃલ્હી, તા. ૩
દૃેશમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે, જે ઘાતક નિવડી છે. વર્તમાન સમયે દૃેશ ઓક્સિજનની અછતનો સામનો કરી રહૃાો છે, તો હોસ્પિટલોમાં બેડ પણ નથી મળી રહૃાા. છેલ્લા ઘણા સમયથી ઓક્સિજનની અછતના કારણે લોકો મરી રહૃાા છે. ત્યારે આજે વધારે એક આવી દૃુઘટના બની છે. જમાં ૨૪ લોકોના જીવ ગયા છે.
ઘટના કર્ણાટકની છે, કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનની અછતના પગલે ૨૪ લોકોના મોત થયા છે. આ ઘટના ગઇકાલ મધ્યરાત્રિની છે, જ્યારે ચામરાજનગરની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ૨૪ લોકોના મોત થયા છે. આ દૃુર્ઘટના બાદૃ મૈસુરથી ચામરાજનગર માટે ૨૫૦ ગેસના સિલિન્ડર મોકલાવામાં આવ્યા છે.
ચામરાજનગરના આ હોસ્પિટલને બેલ્લારીના ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ઓક્સિજન આવવામાં મોડું થતા આ મોટી દૃુર્ઘટના બની છે. જાણવા મળી વિગત પ્રમાણે જે લોકોના મોત થયા છે, તેમાંથી મોટાભાગના લોકો વેન્ટિલેટર પર હતા. ઓક્સિજન સપ્લાઇ બંધ થઇ જતા આ લોકો તડપી તડપીને મોત થયા છે. પોતાના સ્વજનોને નજર સામે તડપી તડપીને મરતા જોતા પરિજનોએ આક્રંદૃ કર્યુ. આ પહેલા કાલાબુર્ગીના કૈબીએન હોસેપિટલમાં ઓક્સિજનની અછતના કારણે ચાર લોકોના મોત થયા હતા. આ જ દિૃવસે લાઇટ કપાઇ જવાના યદૃગિર સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રહેલા એક દૃર્દૃીનું મોત થયું હતું. છેલ્લા એક અછવાડિયામાં કર્ણાટકના અનેક હોસ્પિટલોમાં ઘણા લોકોના મોત ઓક્સિજનની અછતના કારણે થયા છે.

રિલેટેડ ન્યૂઝ