દૃેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીનો ૩૪ લાખનો પાર

૨૪ કલાકમાં ૩.૬૮ લાખ કેસ, ૩૪૧૭ના મોત

બીજી મે સુધીમાં ૨૯૧૬૪૭૦૩૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું

(સં.સ.સ્ોવા)નવી દિૃલ્હી,તા.૩
દૃેશમાં કોરોનાની બીજી લહેરએ કોહરામ મચાવી દૃીધો છે. સ્થિતિ એવી છે કે છેલ્લા ૧૨ દિૃવસથી સતત ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહૃાા છે. એક દિૃવસે તો કોરોનાનો આ આંકડો ૪ લાખને પાર પણ પહોંચી ગયો હતો. સોમવારે જાહેર થયેલા આંકડાઓમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અને મૃત્યુ પામનારા દૃર્દૃીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સોમવારે ૩ મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દૃેશમાં ૩,૬૮,૧૪૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૪૧૭ દૃર્દૃીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દૃેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૯૯,૨૫,૬૦૪ થઈ ગઈ છે. બીજી તરફ, દૃેશમાં કુલ ૧૫,૭૧,૯૮,૨૦૭ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૬૨ લાખ ૯૩ હજાર લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩,૦૦,૭૩૨ દૃર્દૃીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૪,૧૩,૬૪૨ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૧૮,૯૫૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨ મે સુધીમાં ભારતમાં કુલ ૨૯,૧૬,૪૭,૦૩૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રવિવારના ૨૪ કલાકમાં ૧૫,૦૪,૬૯૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સતત બીજા દિૃવસે કોરોનાના નવા કેસો અને મૃત્યુંઆંકમાં ઘટાડો થયો છે. રવિવારના ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૧૪૬ દૃર્દૃીઓ નોંધાયા છે જ્યારે ૧૫૩ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
તો બીજી તરફ ૪,૪૦,૨૭૬ દૃર્દૃીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દૃર. ૭૪.૦૫ ટકા છે. ગુજરાતમાં કોવિડ-૧૯થી સાજા થનારા દૃર્દૃીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહૃાો છે.
૨૪ કલાકમાં ૧૧,૧૪૬ દૃર્દૃીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધા ૪,૪૦,૨૭૫ દૃર્દૃીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ ૭૪.૦૫ ટકા જેટલો છે.

રિલેટેડ ન્યૂઝ