આઇપીએલ અચોક્કસ સમય સુધી સ્થગિત

આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલનીતાકીદ ની બેઠક્માં નિર્ણય:ક્ોરોનાની સ્થિતિ હળવી થતા બાક્ીની તમામ મેચ એક્ જ શહેરમાં યોજાય તેવી શકયતા

એક ડઝનથી વધુ ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા જાહેરાત

આગામી ટી20 વર્લ્ડકપ ઉપર પણ જોખમ
ખેલાડીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળતાં આઈપીએલને અચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરાઈ છે. જો તેને સમગ્ર રીતે રદ્દ કરાશે તો લગભગ 2000 કરોડનું નુકશાન થશે. સાથે ભારતમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ પર પણ જોખમ ઉભુ થશે. જો તેનું આયોજન ભાારત પાસેથી છીનવી લેવાશે તો પણ બીસીસીઆઈને કરોડોનું નુકશાન થશે.

કોલકાતાની ટીમ હોટેલમાં જ કવોરેન્ટાઈન
છેલ્લા થોડા દિવસથી આઈપીએલના મેચમાં ઘણા ખેલાડીઓ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. આજે વધુ બે ખેલાડી રિદ્ધિમાન સાહા અને અંકિત મિશ્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો કોલકતા નાઈટ રાઈડર્સની ટીમને અમદાવાદની હોટલમાં કવોરેનટાઈન કરવામાં આવી છે. તેમજ તમામ ખેલાડી અને કોચ તથા સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ કરાશે.

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઈ તા,4
દેશમાં ચાલતી કોરોના મહામારીના કારણે આ સિઝનની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સસ્પેન્ડ કરવાામં આવી છે. આ વિશે બીસીસીઆઈના રાજીવ શુક્લાએ ટ્વીટ કરીને માહિતી આપી છે. આઈપીએલની વિવિધ ટીમોના કુલ એક ડઝન જેટલા ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થતા અંતે આઈપીએલ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. નવી તારિખો હવે સ્થિતિ અનુકુળ થયા બાદ જાહેર કરવામાં આવનાર છે. ગઈકાલ સુધીમાં કુલ 29 મેચ રમાયા છે.આઈપીએલ-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા હતા.
હકીકતમાં આજે રમાનારી મુંબઈ-સનરાઈઝર્સ મેચ વિશે પણ પહેલેથી ચિંતા હતી જ. કારણકે મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે સીએસકે સામે મેચ રમી હતી અને મેચ દરમિયાન બાલાજી તેમની સાથે ઘણીવાર સંપર્કમાં આવ્યા હતા. અને હવે સનરાઈઝર્સના ઋદ્ધિમાન સાહા પણ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. કેકેઆરના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પહેલાં જ પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત 4 ખેલાડીઓ આઈપીએલ 2021થી દૂર થઈ ચૂક્યા હતા. દિલ્હીના દિગ્ગજ ખેલાડી અશ્વિન કૌટુંબિક કારણોને લીધે લીગમાંથી દૂર થવાનું નક્કી હતું. તેમના સિવાય ત્રણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પણ આ સિઝન છોડી ચૂક્યા છે. આમાં રાજસ્થાન રોયલ્સના એન્ડ્ર્યુ ટાઇ અને આરસીબીના કેન રિચર્ડસન અને એડમ જામ્પા સામેલ છે. રિચર્ડસન અને જામ્પા હજી વિમાન ન મળવાને કારણે ભારતમાં અટવાયા છે. જો કે, બીસીસીઆઈએ કહ્યું છે કે લીગ સમાપ્ત થયા પછી, બધા ખેલાડીઓ સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરાશે.

રિલેટેડ ન્યૂઝ