લોકડાઉનના સમયમાં શાળાઓ પુરી ફી વસુલી ન શકે: સુપ્રીમ કોર્ટ

શાળાઓની ફીના મુદ્દે વાલીઓને રાહત આપતો સુપ્રીમનો ચુકાદૃો

(સં.સ.સ્ોવા)નવી દિૃલ્હી, તા. ૪
કોરોના મહામારીના આ સમયમાં દૃરેક વ્યક્તિ મુશેક્લીમાંથી પસાર થઇ રહૃાો છે. શાળાઓ લાંબા સમયથી બંધ છે અને શિક્ષણ અને ફીને લઇને વાલીઓ મુશ્કેલીમાં છે. શાળાઓની પોતાની દૃલીલો છે, તો સામે વાલીઓની પોતાની દૃલીલો છે. શાળાઓની ફીને લઇને ગયા વર્ષે પણ ઘણા રાજ્યોમાં હાઇકોર્ટ સુધી વાત પહોંચી હતી. ત્યારબાદૃ આ વિવાદૃ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જે અંગે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અને નિર્દૃેશ બંને આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે કહૃાું કે લોકડાઉનના સમયમાં શાળાઓ પુરી ફી ના વસુલી શકે.
સુપ્રીમ કોર્ટે સોમવારે રાજસ્થાનની ૩૬ હજાર બિન સહાયતા પ્રાપ્ત ખાનગી શાળાઓને નિર્દૃેશ આપ્યો છે કે તેઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક ૧૫ ટકા ઓછી ફી વસૂલે. સાથે જ કોર્ટે સંચાકોને નિર્દૃેશ આપ્યો છે કે ફીની ચુકવણી ન થવા પર કોઇપણ વિદ્યાર્થીને અથવા અથવા ઓફલાઇન ક્લાસમાં સામેલ થવાથી રોકી ના શકાય. તેમની પરીક્ષા અને પરિણામ પણ ના રોકવું જોઇએ.સુપ્રીમે રાજસ્થાન હાઇ કોર્ટના આદૃેશને યથાવત રાખ્યો છે, જેમાં રાજસ્થાન વિદ્યાલય કાયદૃો ૨૦૧૬ અને સ્કૂલોમાં ફી નક્કી કરવા અંગેના કાયદૃા અંતર્ગત જે નિયમો બનવવામાં આવ્યા છે, તેના સામે કરવામાં આવેલી અરજીને ફગાવી દૃેવામાં આવી છે. જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિૃનેશ માહેશ્ર્વરીની પીઠે ૧૨૮ પેજના પોતાના ચુકાદૃામાં સ્પષ્ટતા કરી છે કે શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓ અથવા વાલીઓ દ્વારા ફીની ચુકવણી છ સમાન હપ્તામાં કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ