કોરોનાની તીવ્રતા ઘટી, નવા ૩,૫૭,૨૨૯ કેસ

દૃેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩,૪૪૯ દૃર્દૃીઓએ જીવ ગુમાવ્યો

(સં.સ.સ્ોવા)
નવી દિૃલ્હી,તા.૪
શું દિૃલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદૃેશમાં કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી ગયા છે? કેન્દ્ર સરકારના આંકડા તો કઈંક એ તરફ જ ઈશારો કરી રહૃાા છે. આ બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના કેસ સતત ઘટી રહૃાા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૫૭ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૩૪૦૦થી વધુ લોકોએ દૃમ તોડ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૫૭,૨૨૯ દૃર્દૃીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૨,૦૨,૮૨,૮૩૩ થયો છે. જેમાંથી ૧,૬૬,૧૩,૨૯૨ દૃર્દૃી રિકવર થઈ ગયા છે. જ્યારે ૩૪,૪૭,૧૩૩ દૃર્દૃીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિૃવસમાં કોરોનાએ ૩૪૪૯ દૃર્દૃીનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી દૃેશમાં કુલ મૃત્યુનો આંકડો ૨,૨૨,૪૦૮ પર પહોંચ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે બહાર પાડેલા આંકડા મુજબ દૃેશમાં ૩,૬૮,૧૪૭ કેસ નોંધાયા હતા જ્યારે તે અગાઉ રવિવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ એક દિૃવસમાં ૩,૯૨,૪૮૮ નવા કોરોના કેસ નોંધાયા હતા. તેના આગલા દિૃવસે કોરોનાએ રેકોર્ડબ્રેક છલાંગ લગાવી હતી અને એક જ દિૃવસમાં દૃેશભરમાંથી કોરોના વાયરસના નવા ૪,૦૧,૯૯૩ દૃર્દૃીઓ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્તસચિવ લવ અગ્રવાલે કહૃાું કે દિૃલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદૃેશમાં કોરોનાના કેસમાં સ્થિરતાના સંકેત મળી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ