કોરોનાની પીક લહેર વિશે ડોકટર્સ એટલા દાવાઓ!

પીક અંગે કોઈપણ તારણ કાઢવું મુશ્કેલ છે
બ્લૂમબર્ગનાં રિપોર્ટનાં આધારે, પીક માટે જે નવું મોડલ અપનાવવામાં આવ્યું છે, એના આંકડાઓ પર પણ ભરોસો કરવો મુશ્કેલ છે. ગત મહિને પણ આ મોડલ નિષ્ફળ સાબિત થયું હતું. એક્સપર્ટે આ અંગે જણાવ્યું હતું કે સંક્રમિતોનાં આંકડા ઓછા કરીને જાહેર કરવામાં આવે છે. ટેસ્ટિંગમાં પણ વધારો થયો નથી કે મૃત્યુમાં પણ ઘટાડો નોંધાતો નથી. વળીં, સ્મશાનમાંથી પ્રાપ્ત થતી માહિતી કઈક અલગ જ તસવીર બતાવી રહી છે. આનાથી પરિસ્થિતિનો યોગ્ય અભ્યાસ કરવો ઘણો મુશ્કેલ બની જાય છે. આ નવો અભ્યાસ જે છે, તે વિવિધ વૈજ્ઞાનિકોનાં અભ્યાસ સાથે પણ મેળ ખાય છે. આ પૂર્વાનુમાન પણ ઘણું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ગત 24 કલાકમાં દેશમાં 4.12 લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 3,980 દર્દીઓના મોત થયા હતા. આ ગંભીર કોરોનાની પરિસ્થિતિમાં પણ ઙખ મોદીએ દેશમાં લોકડાઉન લાદવાની વાતને નકારી કાઢી હતી.
તજજ્ઞોનાં 5 અનુમાન, જે ખોટા સાબિત થયા
ગત મહિને પણ વિદ્યાસાગરની ટીમે અનુમાન લગાવ્યું હતું કે 15 એપ્રિલ સુધી કોરોનાની બીજી લહેર પીક પર આવી જશે, પણ યોગ્ય માપદંડોના અભાવે આ અનુમાન નિષ્ફળ રહ્યું હતું. ટીમે કહ્યું હતું કે મહામારીનું રૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. ગત સપ્તાહમાં આમાં ફેરફાર જોવા મળ્યા હતા. આની પહેલા ટીમે ન્યૂઝ એજન્સી રોયટર્સને કહ્યું હતું કે પીક 3થી 5 વચ્ચે આવશે. આ ટીમે ફરી એકવાર ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં વિદ્યાસાગરને કહ્યું હતું કે પીક સમય 7 મે પહેલા આવી જશે, પરંતુ આ આંકડા પણ સ્પષ્ટ નથી. આની પહેલા એસબીઆઈ રિસર્ચની માર્ચ રિપોર્ટમાં એપ્રિલનાં મધ્યમાં પીક આવવાની વાત કરવામાં આવી હતી. એપ્રિલમાં સંશોધિત અનુમાન આવ્યું અને જેમાં જણાવ્યું હતું કે 15થી 20 મેની વચ્ચે પીક ટાઈમ આવશે.

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.7
ભારતમાં છેલ્લા 15 દિવસથી 3 લાખથી વધુ કોરોના સંક્રમિતો મળી આવે છે. ગત 24 કલાકમાં 4.12 લાખ કેસ સામે આવ્યા હતા. આ અંગે પ્રધાનમંત્રી મોદીનાં કેટલાક અંગત સલાહકારનાં જણાવ્યા પ્રમાણે મે મહિના સુધીમાં સંક્રમણની બીજી લહેર પીક પર આવી જશે અને જૂનનાં અંત સુધીમાં તો કેસ ઘટીને પ્રતિદિન માત્ર 20 હજાર થઈ જશે.
બ્લૂમ્બર્ગની રિપોર્ટના આધારે,ઈંઈંઝ કાનપુરનાં પ્રોફેસર મનીન્દ્ર અગ્રવાલે એક મોડલ રજૂ કર્યું હતું, જેના આધારે ઈંઈંઝ હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગરે કહ્યું હતું કે કેટલાક સમયમાં બીજી લહેરનો પીક ટાઈમ આવી જશે. અમારી ગણતરી પ્રમાણે જૂનનાં અંત સુધીમાં દેશની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળશે, જે પ્રતિદિવસ માત્ર 20 હજારની થઈને રહી જશે. આ ટીમે ગત મહિને એપ્રિલનાં 15 દિવસની અંદર બીજી લહેર પીક પર આવી જશે એવું અનુમાન લગાવ્યું હતું, જે તદ્દન ખોટું સાબિત થયું હતું. બેંગ્લોરનાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સની એક ટીમે અનુમાન લગાવ્યું હતું કે આગામી કેટલાક સપ્તાહ ભારત માટે મુશ્કેલી ભર્યા રહેશે.
ટીમનાં જણાવ્યા પ્રમાણે, જો કેસ અને મૃત્યદર આ પ્રમાણે વધતો રહ્યો તો ભારતમાં 11 જૂન સુધી તો મોતનો આંકડો 4 લાખને વટાવી જશે. અત્યારે ભારતનો મૃત્યુઆંક 2 લાખને વટાવી ચૂક્યો છે. ભારતમાં સતત 15 દિવસથી 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તજજ્ઞોએ જણાવ્યું હતું કે આ આંકડાઓ ભારતમાં આવેલા નવા સ્ટ્રેનનાં પરિણામે સામે આવી રહ્યા છે. નોઈડાનાં કૈલાશ હોસ્પિટલની ડોકટર અનુરાધા મિત્તલે કહ્યું હતું કે મારા નજીકનાં સંબંધીઓએ તો બે વાર વેક્સિનનાં ડોઝ લઈ લીધા હતા, તેમ છતાં પોઝિટિવ આવ્યા હતા. આનું એક કારણ કોરોના વાયરસનું મ્યુટન્ટ વર્ઝન પણ હોઈ શકે છે અને જે પરિસ્થિતિમાં ડોકટર સતત કામ કરે છે. ભારત જેવા દેશોમાંથી નવો સ્ટ્રેન અન્ય દેશમાં પણ ફેલાઈ રહ્યો છે. આવામાં આગામી વર્ષોમાં કોરોના મહામારી વધારે પ્રમાણમાં
ફેલાઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ