પ.બંગાળમાં બંધારણની હત્યા થઇ રહી છે: ગવર્નર

મમતા કહે: એવું કંઇ નથી!
રાજ્યપાલના આરોપોને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફગાવ્યા હતા. તેમણે કહ્યું કે,‘બંગાળમાં તમામ વિસ્તારોમાં શાંતિ છે, કોઈપણ સ્થળે હિંસાની સ્થિતિ નથી.’

(પ્રતિનિધિ દ્વારા)
કોલકતા,તા.10
રાજ્યપાલ જગદીપ ધનખડે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસાઓ મુદ્દે દુ:ખ વ્યક્ત કર્યું હતું. રાજ્યપાલ જગદીપ ધનખડેએ કહ્યું કે, ‘રાજ્યમાં બંધારણના ધજાગરા ઉડાડવામા આવી રહ્યાં છે. રાજ્યમાં બંધારણીય પદોમાં સૌથી ઉચ્ચ સ્થાને હોવા છતાં પણ અધિકારીઓ મને કંઈજ સમજતા નથી. હિંસા મુદ્દે મે ડીજીપી અને એડિશનલ ચીફ સેક્રેટરી પાસે જવાબ માંગ્યો પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટરની માંગ કરી પરંતુ કોઈને કોઈ બહાનું આપી હેલિકોપ્ટર આપવામા આવતું નથી. અહીં બંધારણ અનુસાર કામ થતું નથી. અહીં બંધારણને શરમજનક સ્થિતિમાં મૂકવામા આવે છે. લોકોએ મત આપ્યો અને હવે તેમણે તેની કિંમત ચૂકવવી પડી રહી છે. તેમની પર હુમલો કરી લૂંટવામા આવી રહ્યાં છે. આ બંધારણની હત્યા છે. ’

રિલેટેડ ન્યૂઝ